________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૯
શ્રાવકધર્મપ્રકાશ)
જાઓ, આ મનુષ્યપણાની સફળતાનો ઉપાય ! જીવનમાં ધર્મનો ઉલ્લાસ જેણે કર્યો નથી, આત્માના હિતને માટે રાગાદિ ઘટાડ્યા નથી, ને એકલા વિષયભોગના પાપભાવમાં જ જીવન વીતાવ્યું છે તે તો નિષ્ફળ અવતાર ગુમાવીને સંસારમાં જ રખડે છે. ત્યારે ધર્માત્મા-શ્રાવક તો આત્માના હિતનો ઉપાય કરે છે, વ્રતાદિ ધારણ કરે છે ને સ્વર્ગમાં જઈ ત્યાંથી મનુષ્ય થઈને મુનિપણું લઈ મુક્તિ પામે છે.
ભાઈ, આવું ઉત્તમ મનુષ્યપણું ને તેમાંય ધર્માત્માના સંગનો આવો યોગ સંસારમાં બહુ દુર્લભ છે; મહા ભાગ્યે તને આવો સુયોગ મળ્યો છે તો તેમાં સર્વજ્ઞની ઓળખાણ કરીને સમ્યકત્વાદિ ગુણ પ્રગટ કર. ને તે ઉપરાંત શક્તિ અનુસાર વ્રત અંગીકાર કરીને દાન વગેરે કર. એ દાનનો તો ઘણા પ્રકારે ઉપદેશ આપ્યો. ત્યાં કોઈ કહે કે-આપ દાનની વાત કરો છો, પણ અમારે આગળ પાછળનો (સ્ત્રી-પુત્રાદિનો) કાંઈ વિચાર કરવો કે નહિ ? – તો કહે છે કે ભાઈ, તું જરા ધીરો થા ! જો તને આગળ પાછળના તારા હિતનો સાચો વિચાર હોય તો અત્યારે જ તું મમતા ઘટાડ. વર્તમાનમાં સ્ત્રી-પુત્રાદિનાં બહાને તું મમતામાં ડૂળ્યો રહે છે ને પોતાના ભવિષ્યના હિતનો વિચાર કરતો નથી. સ્ત્રી-પુત્રાદિનું ભવિષ્યમાં હું મરી જઈશ તો શું થશે –એમ એનો વિચાર કરે છે, પણ ભવિષ્યમાં મારા આત્માનું શું થશે-એના વિચાર કેમ નથી કરતો? અરે, રાગ તોડીને સમાધિ કરવાના ટાણાં આવ્યા તેમાં વળી આગળ-પાછળના બીજા શું વિચાર હોય? જગતના જીવોને સંયોગ-વિયોગ તો પોતપોતાના ઉદયઅનુસાર સૌને થયા કરશે, એ કાંઈ તારા કર્યા નથી થતાં. માટે ભાઈ, પરનું નામ લઈને તું તારી મમતાને લંબાવ નહિ. ભલે લાખો-કરોડો રૂપિયાની મૂડી હોય પણ દાન જે નથી કરી શકતો તે તો હૃદયનો રંક છે. એના કરતાં તો ઓછી મૂડીવાળો પણ જે ધર્મપ્રસંગમાં તન-મન-ધન ઉલ્લાસપૂર્વક વાપરી શકે છે તે ઉદાર છે, તેની લક્ષ્મી અને તેનું જીવન સફળ છે. સરકારી ટેકસ (કરવેરા) વગેરેમાં પરાણે આપવું પડે તે આપે પણ ધર્મના કામમાં હોંશથી વાપરતાં જીવ ન ચાલે તો આચાર્યદેવ કહે છે કે ભાઈ. તને તારી લક્ષ્મીનો સદુપયોગ કરતાં નથી આવડતો, તને દેવ-ગુરુધર્મની ભક્તિ કરતાં નથી આવડતી, ને તને શ્રાવકધર્મનું પાલન કરતાં નથી આવડતું. શ્રાવક તો દેવ-ગુરુ-ધર્મને ખાતર ઉલ્લાસપૂર્વક દાનાદિ કરે. એક માણસ કહે કે મહારાજ ! મને વેપારમાં પચ્ચીસ લાખ રૂપિયા મળે તેમ હતા, પણ અટકી ગયા, જો તે મળે તો તેમાંથી પાંચ લાખ રૂપિયા ધર્માદામાં વાપરવાના ભાવ હતા; માટે આર્શીવાદ આપો ! અરે મૂરખ! શેનાં આશીર્વાદ શું તારો લોભ પોષવા જ્ઞાની તને આશીર્વાદ આપે! જ્ઞાની તો ધર્મની આરાધનાના આશીર્વાદ આપે. પાંચ લાખ વાપરવાની વાત કરીને ખરેખર તો વીસ લાખ લેવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com