________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦)
(શ્રાવકધર્મપ્રકાશ છે, ને એની મમતા પોષવી છે. “જાણી જોઈને ઝેર ખાઈ લઉં પછી એની દવા કરીશ” –એના જેવી તારી મૂર્ખતા છે. તને ખરેખર ધર્મનો પ્રેમ હોય ને તારે રાગ ઘટાડવો હોય તો અત્યારે તારી પાસે છે તેમાંથી રાગ ઘટાડને! તારે રાગ ઘટાડીને દાન કરવું હોય તો કોણ તને રોકે છે? ભાઈ, આવું મનુષ્યપણું ને આવો અવસર પામીને તું ધન મેળવવાની તૃષ્ણાના પાપમાં તારું જીવન વેડફી રહ્યો છે ! –એને બદલે ધર્મની આરાધના કર. ધર્મની આરાધના વડે જ મનુષ્યભવની સફળતા છે. ધર્મની આરાધનામાં વચ્ચે પુણ્યફળરૂપ મોટા મોટા નિધાન સહેજે આવી મળશે, –તારે એની ઈચ્છાય નહિ કરવી પડે. “માંગે એને આઘે, અને ત્યાગે એને આગે'-પુણ્યની ઈચ્છા કરે છે તેને ઉત્તમ પુણ્ય હોતાં નથી, માંગે એને આવે એટલે કે દૂર જાય છે; ને ત્યાગે એને આગે એટલે જે પુણ્યની રુચિ છોડીને ચૈતન્યને સાધે છે તેને પુણ્યના ઢગલા સામે આવે છે. ધર્મી
જીવ આત્માનું ભાન કરીને ને પુણ્યની અભિલાષ છોડીને મોક્ષ તરફ ચાલવા માંડ્યા છે, ઘણો પંથ કપાયો છે, થોડો બાકી છે, ત્યાં પુરુષાર્થની મંદતાથી શુભરાગ થયો એટલે સ્વર્ગાદિના એકાદ-બે ઉત્તમ ભવરૂપી ધર્મશાળામાં થોડીવાર રોકાણા છે, તેને એવા ઊંચા પુણ્ય હોય કે જ્યાં જન્મે ત્યાં દરિયામાં મોતી પાકે, આકાશમાંથી રજકણો ઊંચા રત્નરૂપે પરિણમીને વરસે, પત્થરાની ખાણમાં નીલમણિ પાકવા માંડે, રાજા થાય ત્યાં પ્રજા પાસેથી એને પરાણે કરવેરા લેવા ન પડે પણ પ્રજા સામે ચાલીને દેવા આવે, એને સંત-મુનિ-ધર્માત્માના ટોળાં ને તીર્થંકરદેવનો યોગ મળે, ને સંતોના યોગમાં પાછો આરાધકભાવ પુષ્ટ કરી, રાજવૈભવ છોડી મુનિ થઈ કેવળજ્ઞાન પ્રગટાવી સાક્ષાત્ મોક્ષ પામે.
સર્વશદેવની ઓળખાણપૂર્વક શ્રાવકે જે ધર્મની આરાધના કરી તેનું આ ઉત્તમ ફળ છે-તે જયવંત હો.... ને તેને સાધનારા સાધનો જગતમાં જયવંત હોઆવા આશીર્વાદ સાથે આ અધિકાર સમાપ્ત થાય છે.
(શ્રી પદ્મનંદીપચ્ચીસીના દેશવ્રત ઉધોતન ઉપર પૂ. શ્રી કાનજી સ્વામીનાં પ્રવચનો પૂર્ણ.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com