________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ).
(૫૯ વ્યવહારનું કથન છે એટલે પ્રાય: શબ્દ મુકયો છે; નિશ્ચયથી તો આત્માના શુદ્ધભાવના આશ્રયે જ મોક્ષમાર્ગ ટકેલો છે; ને તે ભૂમિકામાં નિગ્રંથશરીર, આહાર વગેરે બાહ્યનિમિત્તો હોય છે, એટલે દાનના ઉપદેશમાં પ્રાય: એના દ્વારા જ મોક્ષમાર્ગ પ્રવર્તે છે-એમ નિમિત્તથી કહેવાય છે. ખરેખર કાંઈ આહારથી કે શરીરથી મોક્ષમાર્ગ ટકે છે-એમ નથી બતાવવું. અરે, મોક્ષમાર્ગ ટકવામાં જ્યાં મહાવ્રતના શુભરાગનોય ટેકો નથી ત્યાં શરીરની ને આહારની શી વાત? એના આધારે મોક્ષમાર્ગ કહેવો એ તો બધી નિમિત્તની વાત છે. અહીં તો આહારદાન દેવામાં ધર્મી શ્રાવકનું ધ્યેય કયાં છે? તે બતાવવું છે. દાનાદિના શુભભાવ વખતેય ધર્મી ગૃહસ્થને અંતરમાં મોક્ષમાર્ગનું બહુમાન છે; પુણ્યનું બહુમાન નથી, બાહ્યક્રિયાનું કર્તુત્વ નથી, પણ મોક્ષમાર્ગનું જ બહુમાન છે કે અહો, ધન્ય આ સંત ! ધન્ય આજનો દિવસ કે મારે આંગણે મોક્ષમાર્ગી મુનિરાજનાં પગલાં થયાં. આજ તો જીવતો-જાગતો મોક્ષમાર્ગ મારે આંગણે આવ્યો. અહો, ધન્ય આવો મોક્ષમાર્ગ! –આમ મોક્ષમાર્ગી મુનિને જોતાં જ શ્રાવકનું હૃદય બહુમાનથી ઊછળી જાય છે, મુનિ પ્રત્યે તેને અતિશય ભક્તિ ને પ્રમોદ જાગે છે. “સાચું ” રે સગપણ સાધર્મી તણું” –બીજા લૌકિક સંબંધ કરતાં એને ધર્માત્મા પ્રત્યે વિશેષ ઉલ્લાસ આવે છે. મોહી જીવોને સ્ત્રી-પુત્ર-ભાઈ–બહેન વગેરે પ્રત્યે પ્રેમરૂપ ભક્તિ આવે છે તે તો પાપભક્તિ છે; ધર્મી જીવને દેવ-ગુરુ-ધર્માત્મા પ્રત્યે પરમ પ્રીતિરૂપ ભક્તિ ઊછળી જાય છે; તે પુણ્યનું કારણ છે ને તેમાં પોતાને ધર્મનો પ્રેમ પોષાય છે. જેને ધર્મી પ્રત્યે ભક્તિ ન હોય તેને ધર્મ પ્રત્યે પણ ભક્તિ નથી, કેમકે ધર્મી વિના ધર્મ હોતો નથી. જેને ધર્મનો પ્રેમ હોય તેને ધર્માત્મા પ્રત્યે ઉલ્લાસ આવ્યા વિના રહે નહિ.
સીતાજીના વિરહમાં રામચંદ્રજીની ચેષ્ટા સાધારણ લોકોને તો પાગલ જેવી લાગે, પણ એમના અંતર કંઈક જાદા હતા. અહો, સીતા મારી સાધર્મિણી ! એના હૃદયમાં ધર્મ વસે છે, એને આત્મજ્ઞાન વર્તે છે; એ કયાં હશે ? આ જંગલમાં એનું શું થયું હશે? એમ સાધર્મીપણાને લીધે રામચંદ્રજીને સીતાના હરણથી વિશેષ લાગી આવ્યું હતું. અરે, એ ધર્માત્મા દેવ-ગુરુની પરમ ભક્ત, એને મારો વિયોગ થયો, મને એવી ધર્માત્મા-સાધર્મિણીનો વિરહ થયો, -એમ ધર્મની પ્રધાનતાનો વિરહ છે. પણ જ્ઞાનીના હૃદયને મૂઢ જીવો પારખી ન શકે.
ધર્મી-શ્રાવક બીજા ધર્માત્માને દેખીને આનંદિત થાય છે ને બહુમાનથી આહાર-દાનાદિનો ભાવ આવે છે, તેનું આ વર્ણન ચાલે છે. મુનિને તો કાંઈ શરીર ઉપર રાગ નથી, એ તો ચૈતન્યની સાધનામાં લીન છે; ને કયારેક દેહની સ્થિરતા અર્થે આહારની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com