________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮)
(શ્રાવકધર્મપ્રકાશ
[૮]
આહારદાનનું વર્ણન
ચૈતન્યની મસ્તીમાં મસ્ત એવા મુનિને જોતાં ગૃહસ્થને એવો ભાવ આવે કે અહો, રત્નત્રયને સાધનારા આ સંતને શરીરની અનુકૂળતા રહે એવા આહાર-ઔષધ આપું-જેથી તેઓ રત્નત્રયને નિર્વિધ સાધે. આમાં એને મોક્ષમાર્ગનું બહુમાન છે કે અહો! ધન્ય આ સંતને ધન્ય આજનો દિવસ કે મારા આંગણે મોક્ષમાર્ગી મુનિરાજના પગલાં થયા. આજ તો મારા આંગણે મોક્ષમાર્ગ સાક્ષાત્ આવ્યો... વાહ, ધન્ય આવો મોક્ષમાર્ગ! આમ મોક્ષમાર્ગ મુનિને જોતાં જ શ્રાવકનું હૃદય બહુમાનથી ઊછળી જાય છે. જેને ધર્મી પ્રત્યે ભક્તિ નથી, આદર નથી તેને ધર્મનો પ્રેમ નથી.
ધર્મી શ્રાવકને આહારદાનનો કેવો ભાવ હોય તે અહીં બતાવે છે
सर्वो वाञ्छति सौख्यमेव तनुभृत् तन्मोक्ष एव स्फुटं दृष्टयादित्रय एव सिध्यति स तन्निर्ग्रन्थ एव स्थितम्। तघृतिर्वपुषोऽस्य वृत्तिरशनात् तद्दीयते श्रावकैः काले क्लिष्टतरेऽपि मोक्षपदवी प्रायस्ततो वर्तते।।८।।
સર્વે જીવો સુખ વાંછે છે; તે સુખ પ્રગટપણે મોક્ષમાં છે, તે મોક્ષની સિદ્ધિ સમ્યગ્દર્શનાદિ રત્નત્રય વડે થાય છે; રત્નત્રય નિર્ચન્થ-દિગંબર સાધુને હોય છે; સાધુની સ્થિતિ શરીરના નિમિત્તે હોય છે, જે શરીરની સ્થિતિ ભોજનના નિમિત્તે હોય છે; તે ભોજન શ્રાવકો વડે દેવામાં આવે છે. એ રીતે આ અતિશય કિલષ્ટકાળમાં પણ મોક્ષમાર્ગની પ્રવૃત્તિ “પ્રાયઃ” તે શ્રાવકોના નિમિત્તે વર્તે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com