________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૫
શ્રાવકધર્મપ્રકાશ)
શ્રાવકને બે કષાયોના અભાવ જેટલી શુદ્ધિ છે ને મુનિને ત્રણ કષાયોના અભાવ જેટલી શુદ્ધિ છે; જેટલી શુદ્ધતા તેટલો નિશ્ચયધર્મ છે ને તેટલો મોક્ષમાર્ગ છે, ને તે ભૂમિકામાં દેવપૂજા વગરેનો કે પંચમહાવ્રતાદિનો જે શુભરાગ છે તે વ્યવહારધર્મ છે, તે મોક્ષનું કારણ નથી પણ પુણ્યાત્સવનું કારણ છે. –આમ શુદ્ધતા અને રાગ વચ્ચેનો ભેદ ઓળખવો જોઈએ. સમ્યકત્વરૂપ ભાવશુદ્ધિ વગર એકલા શુભ ને અશુભ ભાવ તો અનાદિથી બધા જીવોને થયા જ કરે છે; તે એકલા શુભને ખરેખર વ્યવહાર કહેતા નથી. નિશ્ચય વગર વ્યવહાર કેવો? નિશ્ચયપૂર્વક જે શુભરાગરૂપ વ્યવહાર છે તે પણ કાંઈ ખરેખર ધર્મ નથી; તો પછી નિશ્ચય વગરના એકલા શુભરાગની શી વાત? –એને તો વ્યવહારધર્મ પણ ખરેખર ન કહેવાય.
સમ્યગ્દર્શન થતાં શુદ્ધતા પ્રગટે છે ને ધર્મ શરૂ થાય છે. ધર્મીને રાગમાં એકત્વબુદ્ધિ ન હોવા છતાં, દેવપૂજા ગુરુભક્તિ શાસ્ત્રસ્વાધ્યાય વગેરે સંબંધી શુભરાગ તેને થાય છે, તે રાગને તે કરે છે એમ પણ વ્યવહારે કહેવાય, ને તેને વ્યવહારધર્મ પણ કહેવાય; નિશ્ચયધર્મ તો અંદર ભૂતાર્થસ્વભાવના આશ્રયે જે શુદ્ધિ પ્રગટી તે જ છે. અરે, વીતરાગમાર્ગની અગમ્ય લીલા, રાગવડ ખ્યાલમાં આવે નહિ; શું રાગમાં ઊભો રહીને તારે વીતરાગમાર્ગને સાધવો છે? રાગવડે વીતરાગમાર્ગ કદી નહિ સધાય. રાગવડે ધર્મ માને એવા જીવની તો અહીં વાત નથી. અહીં તો જેણે ભૂતાર્થસ્વભાવની દષ્ટિથી સમ્યગ્દર્શન કર્યું છે તેને આગળ વધતાં મુનિધર્મ કે શ્રાવકધર્મનું પાલન કેવું હોય તેની વાત છે.
સમ્યગ્દર્શન થયું ત્યારે સ્વસંવેદનમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ તો આવ્યો છે, ત્યારપછી મુનિપણામાં તો તે અતીન્દ્રિય આનંદનું-પ્રચૂર-ઘણું સ્વસવેદન થાય છે. અહા ! મુનિવરોને તો શુદ્ધાત્માના સ્વસંવેદનમાં આનંદની ઘણી પ્રચૂરતા છે. સમયસારની પાંચમી ગાથામાં પોતાનો નિજવૈભવ વર્ણવતાં શ્રી આચાર્ય કુંદકુંદસ્વામી કહે છે કે- “અનવરત ઝરતા સુંદર આનંદની મુદ્રાવાળું જે અમંદ સંવેદન તે-રૂપ સ્વસંવેદનથી અમારો નિજવૈભવ પ્રગટયો છે.” પોતાને નિઃશંક વેદનમાં આવે છે કે અમને આવો આત્મવૈભવ પ્રગટયો છે. જુઓ, આ મુનિદશા! મુનિપણું એ તો સંવરતત્ત્વની ઉત્કૃષ્ટતા છે. જેને આવી મુનિદશાની ખબર નથી તેને સંવરતત્ત્વની ખબર નથી; શરીરમાં દિગંબરપણું થયું કે પંચમહાવ્રતોનો શુભરાગ થયો-એને જ મુનિપણું માની લેવું તે કાંઈ સાચું નથી; ને વસ્ત્રસહિત દશામાં મુનિપણું માને તેને તો ગૃહીત મિથ્યાત્વ પણ છૂટું નથી; મુનિદશાને યોગ્ય પરમ સંવરની ભૂમિકામાં તીવ્ર રાગના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com