________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮ )
(શ્રાવકધર્મપ્રકાશ
સમવસરણાદિ લક્ષ્મીને કરનાર, અને લોકના સમસ્ત પદાર્થોને હસ્તરેખા સમાન સાક્ષાત્ દેખનાર એવા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે; એટલે કે તીર્થંકરપદવી સહિત કેવળજ્ઞાનને પામે છે, એવી વાત લીધી છે. જ્ઞાનની આરાધનાનો જે ભાવ છે તેના ફળમાં કેવળજ્ઞાન પામે છે ને વચ્ચે જ્ઞાનના બહુમાનનો, ધર્મીના બહુમાનનો જે શુભભાવ છે તેનાથી તીર્થંક૨૫દ વગેરે મળે છે માટે પોતાના હિતના ચાહક શ્રાવકે હંમેશ જ્ઞાનદાન અવશ્ય કરવા યોગ્ય છે.
જુઓ, આ જ્ઞાનદાનનો મહિમા ! સાચા શાસ્ત્ર શું તેની જેણે ઓળખાણ કરી છે ને પોતે સમ્યજ્ઞાન પ્રગટ કર્યુ છે તેને એવો ભાવ આવે છે કે અહો, આવી જિનવાણી ને આવી ગુરુવાણી જગતમાં પ્રચાર પામે ને જીવો સભ્યજ્ઞાન પામીને પોતાનું હિત કરે. આવી જ્ઞાનપ્રચારની ભાવનાપૂર્વક પોતે શાસ્ત્ર લખે, લખાવે, વાંચે, પ્રસિદ્ધ કરે, લોકોને સહેલાઈથી શાસ્ત્ર મળે-એમ કરે;–આવો જ્ઞાનદાનનો ભાવ ધર્મી જીવને આવે છે, ને ધર્મના જિજ્ઞાસુને પણ એવો ભાવ આવે છે.
જ્ઞાનદાનમાં પોતાને જ્ઞાનનું બહુમાન ઘુંટાય છે. ત્યાં કોઈ સમ્યગ્દષ્ટિ જીવને એવા ઊંચા પુણ્ય બંધાઈ જાય છે કે તીર્થંકર થાય, ને સમવસરણમાં દિવ્યધ્વનિ છૂટે, એ દિવ્યધ્વનિ ઝીલીને ઘણા જીવો ધર્મ પામે. ‘અભીક્ષ્ણ જ્ઞાનોપયોગ' એટલે જ્ઞાનના તીવ્રરસથી વારંવાર તેમાં ઉપયોગ જોડવો-તેને પણ તીર્થંકરપ્રકૃતિનું કારણ કહ્યું છે. પણ આવો ભાવ ખરેખર કોને હોય ? કે જ્ઞાનસ્વરૂપ આત્માને જાણીને જેણે સમ્યગ્દર્શન પ્રગટ કર્યુ હોય એટલે પોતે ધર્મ પામ્યો હોય તેને જ જ્ઞાનદાન કે અભીક્ષ્ણજ્ઞાનોપયોગ યથાર્થ હોય છે. સાચો માર્ગ જેણે જાણ્યો છે એવા શ્રાવકના ધર્મની આ વાત છે. સમ્યગ્દર્શન વગ૨ તો વ્રત-દાન વગેરે શુભ કરવા છતાં અનાદિથી સંસારમાં રખડી રહ્યો છે. અહીં તો ભેદજ્ઞાન કરીને જે મોક્ષમાર્ગે ચડયો છે એવા જીવની વાત છે. જે પોતે જ જ્ઞાન નથી પામ્યો તે બીજાને જ્ઞાનદાન શું કરશે ? જ્ઞાનના નિર્ણય વગર શાસ્ત્ર વગેરેના બહુમાનથી પુસ્તક વગેરેનું દાન કરે તેમાં મોક્ષમાર્ગ વગરના પુણ્ય બંધાય, પણ અહીં શ્રાવકધર્મમાં તો મોક્ષમાર્ગ સહિતના દાનાદિની પ્રધાનતા છે; એટલે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ તો પ્રથમ કરવી જોઈએ, તેના વગર મોક્ષમાર્ગ થાય નહીં. જ્ઞાનદાન-શાસ્ત્રદાન કરનાર શ્રાવકને સત્શાસ્ત્ર ને કુશાસ્ત્ર વચ્ચે વિવેક છે. સર્વજ્ઞની વાણી ઝીલીને ગણધરાદિ સંતોએ ગુંથેલા વીતરાગી શાસ્ત્રોને ઓળખીને તેનું દાન અને પ્રચાર કરે; પણ મિથ્યાદષ્ટિએ રચેલા, તત્ત્વવિરુદ્ધ, કુમાર્ગના પોષક એવા કુશાસ્ત્રને તે માને નહિ, તેનું દાન કે પ્રચાર કરે નહિ. અનેકાન્તમય સતશાસ્ત્રને ઓળખીને તેના જ દાનાદિ કરે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com