________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ )
( ૬૯
સંયોગની ને અશુદ્ધતાની રુચિ છોડીને, પોતાના ચિદાનંદ સ્વભાવની દૃષ્ટિરુચિપ્રીતિ કરવી તે સમ્યગ્દર્શન છે, તે ધર્મની પહેલી ચીજ છે, તેના વગર પુણ્ય બંધાય પણ કલ્યાણ ન થાય, મોક્ષમાર્ગ ન થાય. પુણ્યની રુચિમાં અટક્યો, પુણ્યના વિકલ્પમાં કર્તૃત્વ બુદ્ધિથી તન્મય થઈને રોકાણો તેને પુણ્યની સાથે મિથ્યાત્વનું પાપ પણ ભેગું બંધાય છે. પં. શ્રી ટોડરમલજી મોક્ષમાર્ગપ્રકાશકના છઠ્ઠા અધ્યાયમાં કહે છે કે – “જૈનધર્મમાં તો એવી આમ્નાય છે કે પહેલા મોટું પાપ છોડાવી, પછી નાનું પાપ છોડાવવામાં આવે છે. તેથી એ મિથ્યાત્વને સાત વ્યસનાદિથી પણ મહાન પાપ જાણી પહેલાં છોડાવ્યું છે માટે જે પાપના ફળથી ડરતો હોય તથા પોતાના આત્માને દુ:ખસમુદ્રમાં ડુબાડવા ન ઈચ્છતો હોય તે જીવ આ મિથ્યાત્વપાપને અવશ્ય છોડો. નિંદા-પ્રશંસાદિના વિચારથી પણ શિથિલ થવું યોગ્ય નથી.”
k
કોઈ કહે કે સમ્યક્ત્વ તો બહુ ઊંચી ભૂમિકામાં હોય, પહેલાં તો વ્રત-સંયમ હોય, તો તેને જિનમતના ક્રમની ખબર નથી. ‘જિનમતમાં તો એવી પરિપાટ છે કે પહેલાં સમ્યક્ત્વ હોય, પછી વ્રત હોય.' (મોક્ષમાર્ગપ્રકાશક પાનું ૨૯૫) “મુનિપદ લેવાનો ક્રમ તો આ છે કે પહેલાં તત્ત્વજ્ઞાન થાય, પછી ઉદાસીન પરિણામ થાય, પરિષહાદિ સહન કરવાની શક્તિ થાય, અને તે પોતાની મેળે જ મુનિ થવા ઈચ્છે, ત્યારે શ્રીગુરુ તેને મુનિધર્મ અંગીકાર કરાવે. પણ આ તે કઈ જાતની વિપરીતતા છે કે તત્ત્વજ્ઞાનરહિત ને વિષયાસક્ત જીવને માયાવડે વા લોભ બતાવી મુનિપદ આપી, પાછળથી અન્યથા પ્રવૃત્તિ કરાવવી! એ તો મોટો અન્યાય છે.” -૨૦૦ વર્ષ પહેલાં પં. ટોડરમલ્લજીનું આ કથન છે.
બંધનાં પાંચ કારણોમાં મિથ્યાત્વ સૌથી મુખ્ય કારણ છે. મિથ્યાત્વ છોડયા વગર અવ્રત કે કષાયાદિ છૂટે નહિ. મિથ્યાત્વ છૂટતાં અનંતા બંધન એક ક્ષણમાં તૂટી જાય છે. જેને હજી મિથ્યાત્વ છોડવાની તો દરકાર નથી તેને અવ્રત ક્યાંથી છૂટશે ? ને વ્રત ક્યાંથી આવશે ? આત્મા શું છે તેની જેને ખબર નથી તે શેમાં ઊભો રહીને વ્રત કરશે. ચિદાનંદસ્વરૂપનો અનુભવ થયા પછી તેમાં જરાક વિશેષ સ્થિરતા થાય. ત્યારે બે કષાયચોકડીના અભાવરૂપ પંચમગુણસ્થાન તથા શ્રાવકધર્મ પ્રગટે ને તેને વ્રત સાચાં હોય. આવા શ્રાવકધર્મના ઉદ્યોતનનો આ અધિકાર છે.
સમ્યગ્દર્શન વગર કલેશ ( આનંદ નહિ પણ કલેશ) સહન કરીને મરી જાય તોપણ ભવ ઘટવાનો નથી. કળશ-ટીકા પૃ. ૧૨૬ માં પં. શ્રી રાજમલજી કહે છે કેશુભક્રિયા પરંપરા-આગળ જતાં મોક્ષનું કારણ થશે-એવો અજ્ઞાનીનો ભ્રમ છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com