________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪)
(શ્રાવકધર્મપ્રકાશ | [૧૩] અનેકવિધ પાપોથી બચવા ગૃહસ્થ દાન કરે
અહ, જેને સર્વજ્ઞના ધર્મનો મહિમા આવ્યો છે, અંતર્દષ્ટિથી આત્માના ધર્મને જે સાધે છે, મહિમાપૂર્વક વીતરાગભાવમાં જે આગળ વધે છે, ને ઘણો રાગ ઘટાડવાથી જેને શ્રાવકપણું થયું છે. એ શ્રાવકના ભાવ કેવા હોય તેની આ વાત છે. સર્વાર્થસિદ્ધિના દેવ કરતાંય જેની પદવી ઊંચી, ને સ્વર્ગના ઇન્દ્ર કરતાંય જેનું આત્મસુખ વધારે- એવી શ્રાવકદશા છે. તે શ્રાવક પણ હંમેશા દાન કરે છે. એકલા લક્ષ્મીની લોલુપતાના પાપભાવમાં જીવન વીતાવી વે ને આત્માની કાંઈ દરકાર કરે નહિ- એવું જીવન ધર્માનું કે જિજ્ઞાસુનું હોય નહિ.
ગૃહસ્થને દાનની પ્રધાનતાનો ઉપદેશ આપે છે
कृत्वाऽकार्यशतानि पापबहुलान्याश्रित्य खेदं परं भ्रात्वा वारिधिमेखलां वसुमती दुःखेनयच्चार्जितम्। तत्पुत्रादपि जीवितादपि धनं प्रियोऽस्य पन्था शुभो
दानं तेन च दियतामिदमहो नान्येन तत्सद्गति।।१३।।
જીવોને પુત્ર કરતાં અને પોતાના જીવન કરતાં પણ ધન વધારે વહાલું છે; પાપથી ભરેલા સેંકડો અકાર્યો કરીને, સમુદ્ર પર્વત ને પૃથ્વીમાં ભ્રમણ કરીને, તથા અનેક પ્રકારનાં કષ્ટથી મહા ખેદ ભોગવીને દુઃખથી જે ધન પ્રાપ્ત કરે છે તે ધન, જીવોને પુત્ર કરતાં અને જીવન કરતાં પણ વધારે વહાલું છે. આવા ધનને વાપરવાનો શુભ ભાર્ગ એક દાન જ છે, એના સિવાય ધન ખર્ચવાનો બીજો કોઈ ઉત્તમ માર્ગ નથી. માટે આચાર્યદવ કહે છે કે અહો, ભવ્ય જીવો! તમે આવું દાન કરો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com