________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬ )
(શ્રાવકધર્મપ્રકાશ હોય ત્યાં જ આ બધું થાય છે. માટે ભવ્યજીવોએ આવા ઉત્તમ શ્રાવકોનો આદરસત્કાર કરવો યોગ્ય છે. “સંતા:' એટલે કે તે ઇષ્ટ છે, ધર્માત્માઓને માન્ય છે, પ્રશંસનીય છે.
જાઓ, જ્યાં શ્રાવક રહેતા હોય ત્યાં જિનમંદિર તો હોવું જ જોઈએ. થોડા શ્રાવક હોય ને નાનું ગામ હોય તો ભલે નાનું પણ દર્શન-પૂજન માટે ચેત્યાલય તો પહેલાં કરાવે. અગાઉ ઘણા શ્રાવકો ઘરમાં પણ ચૈત્સાલય સ્થાપતા. જુઓને, મૂડબિદ્રિ (દક્ષિણ દેશ) માં રત્નોના કેવા કેવા જિનપ્રતિમાઓ છે! આવા જિનદેવના દર્શનથી તથા મુનિ વગેરેના ઉપદેશશ્રવણથી પૂર્વના બાંધેલા પાપો ક્ષણમાં છૂટી જાય છે. પહેલાં તો ઠેર ઠેર ગામેગામ વીતરાગી જિનમંદિરો હતાં, કેમકે દર્શન વગર તો શ્રાવકને ચાલે જ નહિ. દર્શન કર્યા વગરનું ખાવું તે તો વાસી ખાવા સમાન કહ્યું છે. જ્યાં જિનમંદિર ને જિનધર્મ ન હોય એવું ગામ તો સ્મશાન તુલ્ય છે. માટે જ્યાં જ્યાં શ્રાવક હોય ત્યાં જિનમંદિર હોય ને મુનિ વગેરે ત્યાગી-ધર્માત્માઓ ત્યાં આવ્યા કરે, અનેક પ્રકારના ઉત્સવો થાય, ધર્મચર્ચા થાય; ને એના વડે પાપનો નાશ તથા સ્વર્ગમોક્ષનું સાધન થાય. જિનબિંબદર્શનથી નિદત ને નીકાચીત મિથ્યાત્વકર્મના પણ સેંકડો ટૂકડા થઈ જાય છે એવો સિદ્ધાંતમાં ઉલ્લેખ છે; ધર્મની રૂચિ સહિતની એ વાત છે: “અહો, આ મારા જ્ઞાયક સ્વરૂપનું પ્રતિબિંબ !' –એવા ભાવથી દર્શન કરતાં, સમ્યગ્દર્શન ન હોય તો નવું સમ્યગ્દર્શન પામે છે, ને અનાદિના પાપોનો નાશ થઈ જાય છે, મોક્ષમાર્ગ ખૂલી જાય છે. ગૃહસ્થ-શ્રાવકો વડે આવા જિનમંદિરની ને ધર્મની પ્રવૃત્તિ થાય છે, માટે આચાર્યદવ કહે છે કે તે શ્રાવક માન્ય છે. ગૃહસ્થપણામાં રહેલા બેનો-ભાઈઓ પણ જે ધર્માત્મા છે તે સજ્જનોને આદરણીય છે. શ્રાવિકા પણ જૈનધર્મની એવી પ્રભાવના કરે છે; તે શ્રાવિકા-ધર્માત્મા પણ જગતના જીવો વડે સત્કાર કરવા યોગ્ય છે. જુઓને, ચેલણારાણીએ જૈનધર્મની કેવી પ્રભાવના કરી ! આ રીતે ગૃહસ્થપણામાં રહેલા શ્રાવક-શ્રાવિકા પોતાની લક્ષ્મી વગેરે ફિદા કરીને પણ ધર્મની પ્રભાવના કર્યા કરે છે. સંતોના જીગરમાં ધર્મની પ્રભાવનાનો ભાવ હોય છે; ધર્મની શોભા ખાતર ધર્માત્મા-શ્રાવકો પોતાનું જીગર રેડી દે છે, એવી ધર્મની દાઝ (તીવ્ર લાગણી) એમના અંતરમાં હોય છે. આવા શ્રાવકના ધર્મનો અહીં પદ્મનંદસ્વામીએ આ અધિકારમાં પ્રકાશ કર્યો છે, ઉદ્યોત કર્યો છે. આનો વિસ્તાર ને પ્રચાર કરવા જેવો છે, એટલે આપણે પ્રવચનમાં આ અધિકાર ત્રીજી વખત વંચાય છે. (આ પુસ્તકમાં ત્રણ વખતના પ્રવચનોનું સંકલન છે.)
જાઓ, આ શ્રાવકધર્મમાં ભૂમિકા અનુસાર આત્માની શુદ્ધિ તો ભેગી વર્તે જ છે. પંચમગુણસ્થાનવર્તી શ્રાવક ઉત્તમ દેવગતિ સિવાય બીજી કોઈ ગતિમાં જાય નહિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com