________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૩૭ કેવા કેવા નિમિત્તો છૂટી જાય તેની પણ તેને ખબર નથી, એટલે કે ભૂમિકાની શુદ્ધતાને પણ તેણે જાણી નથી. વસ્ત્રરહિત થયો હોય, પંચમહાવ્રત દોષરહિત પાળતો હોય, પણ જો અંદર ત્રણ કષાયના અભાવરૂપ શુદ્ધોપયોગ નથી તો તેનેય મુનિપણું નથી. મુનિમાર્ગ તો અલૌકિક છે. મહાવિદેહમાં અત્યારે સીમંધરપરમાત્મા સાક્ષાત્ તીર્થંકરપણે બિરાજે છે તેઓ આવો જ માર્ગ પ્રકાશી રહ્યા છે. એવા અનંતા તીર્થકરો થયા, લાખો સર્વજ્ઞભગવંતો અત્યારે વિદેહમાં વિચરે છે ને ભવિષ્યમાં અનંતા થશે, તેમની વાણીમાં મુનિપણાનો એક જ માર્ગ કહ્યો છે. અહીં કહે છે કે હે જીવ! આવું મુનિપણું અંગીકાર કરવા જેવું છે; જો તે અંગીકાર ન કરી શકે તો તેની શ્રદ્ધા રાખીને શ્રાવકધર્મને પાળજે.
શ્રાવક શું કરે?
તો કહે છે કે શ્રાવક પ્રથમ તો હંમેશા દેવપૂજા કરે. દેવ એટલે સર્વજ્ઞદેવ, તેમનું સ્વરૂપ ઓળખીને તેમના પ્રત્યે બહુમાનપૂર્વક રોજરોજ દર્શન-પૂજન કરે. પહેલાં જ સર્વજ્ઞની ઓળખાણની વાત કરી હતી. પોતે સર્વજ્ઞને ઓળખ્યા છે ને પોતે સર્વજ્ઞ થવા માંગે છે ત્યાં નિમિત્તપણે સર્વજ્ઞતાને પામેલા અહંન્તભગવાનના પૂજન-બહુમાનનો ઉત્સાહ ધર્મીને આવે છે. જિનમંદિર બંધાવવા, તેમાં જિનપ્રતિમા સ્થાપવા, તેની પંચકલ્યાણપૂજા-અભિષેક વગેરેના ઉત્સવ કરવા, એવા કાર્યોનો ઉલ્લાસ શ્રાવકને આવે છે, –એવી એની ભૂમિકા છે તેથી તેને શ્રાવકનું કર્તવ્ય કહ્યું છે. જો તેનો નિષેધ કરે તો મિથાત્વ છે. અને માત્ર એટલા શુભ રાગને જ ધર્મ સમજી લ્ય તો તેને પણ સાચું શ્રાવકપણું હોતું નથી-એમ જાણવું. સાચા શ્રાવકને તો દરેક ક્ષણે ભેગું શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ સમ્યકત્વ વર્તે છે, ને તેના આધારે જેટલી શુદ્ધતા થઈ તેને જ તે ધર્મ જાણે છે. આવી દષ્ટિપૂર્વક તે દેવપૂજા વગેરે કાર્યોમાં પ્રવર્તે છે. સમન્તભદ્રસ્વામી, માનતુંગસ્વામી વગેરે મોટા મોટા મુનિઓએ પણ સર્વજ્ઞદેવની નમ્રતાપૂર્વક મહાન સ્તુતિ કરી છે; એકાવતારી ઇન્દ્રો પણ રોમરોમ ઉલ્લસી જાય એવી અદ્ભુત ભક્તિ કરે છે. “હું સર્વજ્ઞ પરમાત્મા! આ પંચમકાળે અમને તારા જેવી પરમાત્મદશાનો તો આત્મામાં વિરહ, ને આ ભરતક્ષેત્રમાં તારા સાક્ષાદર્શનનો પણ વિરહ ! નાથ, તારા દર્શન વિના કેમ રહી શકું ?' –એમ ભગવાનના વિરહમાં તેની પ્રતિમાને સાક્ષાત્ ભગવાન સમાન જાણીને શ્રાવક હંમેશા દર્શન-પૂજન કરે.- “જિનપ્રતિમા જિનસારખી.' કેમકે ધર્માન સર્વજ્ઞનું સ્વરૂપ પોતાના જ્ઞાનમાં ભાસ્યું છે, તેથી જિનબિંબને જોતાં તેને તે સ્મરણમાં આવે છે. નિયમસાર-ટીકામાં પદ્મપ્રભમુનિરાજ કહે છે કે જેને ભવભયરહિત એવા ભગવાન પ્રત્યે ભક્તિ નથી તે જીવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com