________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૨૩ અષ્ટપ્રાભૃતમાં કુંદકુંદસ્વામીએ શરૂઆતમાં જ કહ્યું છે કે “વંસળમૂનો ઘમ્મો ૩વદ્દો નિખરેટિંગ સિસ્સા' અર્થાત્ જિનવરદેવે “દર્શન જેનું મૂળ છે એવો ધર્મ' શિષ્યોને ઉપદેશ્યો છે. મૂળ વગર જેમ ઝાડ નહિ, તેમ સમ્યગ્દર્શન વગર ધર્મ નહિ. ચૌદ ગુણસ્થાનોમાં, સમ્યગ્દર્શન ચોથા ગુણસ્થાને હોય છે ને વ્રત પાંચમાં ગુણસ્થાને હોય છે, મુનિદશા છઠ્ઠા-સાતમા ગુણસ્થાને હોય છે. સમ્યગ્દર્શન વગર માત્ર શુભરાગથી પોતાને પાંચમું-છઠ્ઠ ગુણસ્થાન કે ધર્મ માને કે મોક્ષમાર્ગ માની લ્ય તો તેમાં મિથ્યાત્વનું પોષણ થાય છે; મોક્ષમાર્ગના ક્રમની તેને ખબર નથી. મોક્ષમાર્ગમાં પહેલું સમ્યગ્દર્શન છે, તેના વગર ધર્મની શરૂઆત થાય નહિ, તેના વિના શ્રાવકપણું કે મુનિપણું સાચું હોય નહિ. અરે જીવ! ધર્મનું સ્વરૂપ શું છે ને મોક્ષમાર્ગનો ક્રમ શું છે તે પહેલાં જાણ. સમ્યગ્દર્શન વગરના પુણ્ય તેં અનંતવાર કર્યા છતાં તું સંસારમાં જ રખડયો ને તે દુઃખ જ ભોગવ્યા. માટે સમજ કે પુણ્ય તે કાંઈ મોક્ષનું સાધન નથી. મોક્ષનું બીજ તો સમ્યગ્દર્શન છે.
તે સમ્યગ્દર્શન કેમ થાય? રાગાદિ અશુદ્ધતા વગરનો આત્માનો શુદ્ધ ભૂતાર્થ-સ્વભાવ શું છે તેની અનુભૂતિથી જ આત્મા સમ્યગ્દષ્ટિ થાય છે. જ્યારથી સમ્યગ્દષ્ટિ થાય ત્યારથી જ મોક્ષમાર્ગી થાય છે. પછી એ જ ભૂતાર્થસ્વભાવના અવલંબનમાં આગળ વધતાં શુદ્ધિઅનુસાર પાંચમું-સાતમું વગેરે ગુણસ્થાનો પ્રગટે છે. ચોથા કરતાં પાંચમાં ગુણસ્થાને સ્વભાવનું વિશેષ અવલંબન છે, ત્યાં અપ્રત્યાખ્યાન સંબંધી ચારે કષાયો પણ છૂટી ગયા છે ને વીતરાગી આનંદ વધીગયો છે. સર્વાર્થસિદ્ધિના દેવ કરતાં પંચમ ગુણસ્થાનવર્તી દેડકાને આત્માનો આનંદ વધારે છે. પણ એ દશા સમ્યગ્દર્શનપૂર્વક જ હોય છે. માટે સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો પરમ પ્રયત્ન કર્તવ્ય છે.
' અરે, ચોરાસીના અવતારમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ઘણી જ દુર્લભ છે. સમકિતીને રાગાદિ પરિણામ આવે છતાં અંતરની દષ્ટિમાંથી શુદ્ધસ્વભાવ કદી ખસે નહિ. અહીં. શ્રાવકના વ્રતરૂપ શુભભાવ કરવાનો ઉપદેશ આપશે, છતાં ધર્મીની દષ્ટિમાં રાગની મુખ્યતા નથી પણ મુખ્યતા શુદ્ધ સ્વભાવની જ છે. દષ્ટિમાં જો સ્વભાવની મુખ્યતા છૂટીને રાગની મુખ્યતા થઈ જાય તો સમ્યગ્દર્શન પણ ન રહે. શુદ્ધસ્વભાવમાં મોક્ષદશા ખીલવાની તાકાત છે. જેણે આવા શુદ્ધસ્વભાવને પ્રતીતમાં લઈને સમ્યગ્દર્શન પ્રગટ કર્યું તેણે મોક્ષનું ઝાડ આત્મામાં વાવી દીધું, ને ચોરાસીના અવતારનું બીજ તેણે બાળી નાખ્યું. માટે હું મુમુક્ષુ ! તું આવા સમ્યકત્વનો પરમ ઉદ્યમ કર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com