________________ આગળ શુદ્ધ વચનેવડે પરમાગમનું કથન કરે છે તે શુદ્ધ ઘી અને દુધને સર્પના મુખમાં આપીને તેને નાશ કરે છે. હે રાજન્ ! જે પ્રમાણે મૂછિત પુરૂષને શીતળ જળ અને પવનથી સચેત કરવામાં આવે છે, તે પ્રમાણે ઉપશાંત હૃદયને ધર્મોપદેશ આપવામાં આવે છે.. પરંતુ જે પ્રમાણે સૂકા ઝાડને વાવવું નકામું છે તે પ્રમાણે અવિનીને સંબોધવું પણ નકામું છે.” - રાજા ! મારું જે ચરિત્ર છે તે ધર્મવિધાને ઉપદેશ છે અને ઉત્તમ પુરૂષોને સાંભળવાયોગ્ય છે, તે માટે જે મારૂં ચરિત્ર સાંભળવા ઇચ્છતા હો, તો શાંત ચિત્તથી સાંભળો. * - - આ પ્રમાણે અભયરૂચિ કુમાર-કુલકનાં વચન સાંભળીને ઉપશાંત હૃદય થઈને મહારાજ મારિદત્ત ભંભા, ભેરી, દુંદુભિ અને પ્રચંડ લતાસાનો અવાજ બંધ કરાવીને મનુષ્યોને કલકલાટ પણ બંધ કરાવી દીધો અને પછી હિંસાના વિનોદનું નિરાકરણ કરીને ફરીથી ક્ષુલ્લક મહારાજને વિનયપૂર્વક પ્રાર્થના કરવા લાગ્યો. મારિદર૦–“હે દયાપાળક ! હે સ્વામી ! આપની આજ્ઞાનુસાર આ વખતે સઘળી સભા શાંત થઈ રહી છે. જુઓ, સર્વ મનુષ્ય વિનયયુકત આપની વાણીની અભિલાષાથી કેવા બેઠા છે. જાણે પ્રવીણ ચિત્રકારના બનાવેલાં ચિત્રજ છે. હવે આપ આપનું ચરિત્ર સંભળાવો. - ફુલક–રાજા! જે આપની પૂર્ણ અભિંલાપાજ છે, તે હું મારું ચરિત્ર કહું છું તે એક ચિત્તથી સાંભળો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust