________________ 114 રાયોમાં માંહોમાંહે વાતવાત. * * " એક રાણું –“પ્રિય ભગિની આપણું ભર્તારે તો આપણા “સઘળાની સાથે સ્નેહ છોડી દીધું અને મુનિવ્રત ગ્રહણ કરી લીધું.” - બીજી રાણી–“અરે મુગ્ધ ! આમ વિચિત્ર વાત શું કરે છે ? સ્વામી તો કામચરિત્રથી વિરક્ત થઈ ગયા.” ત્રીજી રાણુ - પ્રિય સખી ! વસ્ત્રાભરણાદિ મંડન સાથે શું પ્રોજન રહ્યું ? પ્રાણવલ્લભનું ચિત્ત તે તપયામાંજ રંજિત થયું છે.” ચેથી રાણી -અરે બાવલી ! હવે શું વાત કરે છે ? વિધાતાએ તે ઉર્દુજ કરી દીધું, એટલે પ્રાણનાથને સઘળી સ્ત્રીઓથી વિરક્ત કરીને મોક્ષરૂપી સ્ત્રીમાં આસકતચિત્ત કરી દીધા છે. '' પાંચમી રાણી -“અરે ! હવે કેશને શું સમારે છે ? પતિ તો પિતાના કેશને ઉખેડવામાં દત્તચિત્ત થઈને વનવાસી થયા છે.” જાળને દાર. આ પ્રમાણે વાતો કરતી રાણીઓ હાહાકાર કરવા લાગી. વળી કોઈ રાણી પોતાના કપાળમાં વિચિત્ર રચના કરતી હતી, તે ભર્તારની વાત સાંભળીને પોતાને માથે હાથ મુકી હાહાકાર કરવા લાગી–હા ! વિધાતા ! તેં આ શું વિપરીત કામ કર્યું ? કઈ રાણી મણકાઓને સુતરમાં પોરવતી હતી . તે પોતાના પ્રાણવલ્લભની વાત સાંભળી પોતાના મનરૂપી મણકાને મુનિના ગુણોમાં લગાડવા લાગી. વળી કોઈ રાણી પિતાના સ્વામીને દીક્ષા સન્મુખ થવાની - સૂચના સાંભળીને એકદમ શિથિલ થઈ ગઈ. કોઈ રમણી. પોતાના સ્વામીની વાત . સાંભળી દુ:ખથી વ્યાકુળ થતી. આંસુની ધારાથી પોતાનું મુખ દેતી ઘરમાં ફરીને વિલાપ કરવા લાગી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust