________________ 148 હોય છે. કોઈને તે ઉત્તમ પુત્ર મરી જાય છે, કોઇની પ્રિય સ્ત્રીનો વિનાશ થઇ જાય છે, અને કોઈનું ઘર કુટુંબ અગ્નિમાં બળી જાય છે. આ પ્રમાણે મનુષ્યપર્યાયમાં અનેક પ્રકારનાં દુઃખને સહન કરવાં છતાંપણ આ કવ ધર્મમાં બુદ્ધિ લગાડને નથી, પરંતુ પાપારંભ કરે " છે તે ધનવાન થઈ જાય છે તથા જે રાજા છે તે સેવક થઈ જાય છે અને જે સેવક છે તે રાજા થઈ જાય છે. કર્મોદયના વાશથી જે - શત્રુ છે તે મિત્ર થઈ જાય છે અને જે મિત્ર છે તે શત્રુ થઈ જાય. છે. આ સંસારનો સ્વભાવજ એવે છે. પુણ્યકર્મના ઉદયથી શત્રુ પણ મિત્ર થઈ જાય છે અને પાપોદયથી મિત્ર પણ શત્રુ થઈ જાય છે કેમકે સંસારમાં કમજ બળવાન છે. આ જીવ કોઈ પ્રકારના મહાન કષ્ટથી જે દેવપર્યાય પણ પામે, તો મહીંધક દેવની ઋદ્ધિ સંપદાને જોઈને માનસિક દુઃખ ઉત્પન્ન થાય છે. મહર્ધિક દેવોને પણ ઋદ્ધિ અને દેવાંગનાઓના વિયોગરૂ૫ ઈષ્ટવિયોગથી દુઃખ થાય છે. જેને વિષયોને આધીન સુખ છે તેને તૃપ્તિ ક્યાં ? કેમકે તૃષ્ણ હમેશાં વૃદ્ધિગત થતી જ રહે છે. શારીરિક દુઃખથી માનસિક દુઃખ પ્રબળ છે. કોઈ જાગશે કે શરીર સંબંધી દુઃખ મોટું છે, અને મનનું * દુઃખ થોડું છે, પરંતુ શારીરિક દુઃખથી માનસિક દુઃખ વધારે છે કેમકે માનસિક દુઃખ સહિત પુરૂષ બીજા બહુ વિષયો હોવા છતાં પણું દુઃખત્પાદકજ દેખાય છે. આ વાત સત્યજ છે કેમકે જે વખતે કોઈપણ પ્રકારની માનસિક વ્યથા હોવાથી સઘળી વસ્તુ દુઃખરૂપજે દેખાય છે, એવા ઘેર દુઃખસાગર અસાર સંસારમાં જે નિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust