________________ 147 : આ જીવ પાપોદયથી અસાતવેદનીય, નીચ નેત્ર, અશુભ નામ અને કુત્સિત આય એવા દુષ્કર્મને લીધે દુ:ખોને ભોગવે છે, તે પણ ફરીને પાપજ કરે છે, પરંતુ પૂજ, દાન, વ્રત, તપ, અને ધ્યાન વગેરે લક્ષણયુક્ત પુણ્યકર્મ કરતો નથી, તે મોટું અજ્ઞાન જ છે, - ઉપયુંકત પુણ્યશાળી જીવોને પણ ઈષ્ટવિયોગાદિ દુઃખ જોવામાં આવે છે. પુણ્યોદય સહિત પુરૂષને ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ દેખાય છે. જુઓ ! અભિમાન સહિત ભરત ચક્રવર્તિ પણ લઘુ ભાઈ બાહુબળી વડે પરાજિત થયા. કોઈ એમ જાણતું હશે કે જેને વધારે પુણ્યનો ઉદય હોય છે, તે સર્વે પ્રકારથી સુખી છે, પરંતુ તેને કાંઈ ઇષ્ટ વિયોગ અનિષ્ટ સંયોગ નહિ થતા હોય, પરંતુ એવું નથી કેમકે જુઓ, ભરત ચક્રવર્તિ સરખા ઉત્તમ પુરૂષ પણ જ્યારે નાના ભાઈ બાહુબળીને હાથે અપમાનિત થયા, તો પછી બીજા પુરૂષોની તે શું વાત છે ? . . . . . . . . . ' આ સંસારમાં સઘળા પદાર્થો ભાગ્ય વસ્તુ છે, તેને સંચાંગ મોટા પુણ્યવાનોને પણ સર્વાગ રૂપથી થતો નથી કેમકે એવું પુણ્ય નથી કે જેથી સઘળી મનવાંછિત વસ્તુની પ્રાપ્તિ થાય. સઘળી વસ્તુ મળવી અતિ દુલ ભ છે. કોઈ મનુષ્યને તો સ્ત્રી હોતી નથી, કોઈને જે સ્ત્રી હોય તો પુત્રની પ્રાપ્તિ થતી નથી અને કોઈને પુત્રની પ્રાપ્તિ થઈ તો શરિર . ! રોગવાન હોય છે. કદાચ કોઈને નિરોગી શરીર હોય, તો ધનધાન્યાદિકની પ્રાપ્તિ નહીં, અને ધન ધાન્યાદિકની પણ પ્રાપ્તિ થઈ જાય, તો ક જલદીથી મરણ થઈ જાય છે. - આ મનુષ્યભવમાં કોઈને દુરાચારિણી સ્ત્રી છે, કોઈને વ્યસની પુત્ર છે, કોઈને શત્રુસમાન ભાઈ છે, અને કોઈને દુશ્ચારિણું પુત્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust