________________ 153 પરિપાટીમાં સૂમસાંપરાય નામના દશમા ગુગથાનપર્યત તો મેહર ના ઉદયરૂપ યથાસંભવ મિથ્યાત્વ અને કષાય સહિત જે થાય છે તે સાંપરાવિક આસ્રવ છે. અને જે દશમા ગુણસ્થાનની ઉપરના સાગકેવલી નામના તેરમાં ગુણસ્થાન પયંત જે આસ્રવ થાય છે, તે માહ ના ઉદયથી રહિત છે. ફકત ગવડેજ થાય છે તેને ઈર્યાપયે આસ્રવ કરે છે. જે પુકાળ વગણા કર્મસ્વરૂપ પરિણમે તે દ્રવ્યાસ્ત્ર અને જે જીવના પ્રદેશ ચંચલ હોય તે ભાવાસ્રાવ છે, - હે ભવ્ય ! તું એમ સમજી લે કે મોહકમના ઉદયથી જીવને જે પરિણામ થાય છે, તેજ આસ્રવ છે, તે પરિણામ Aિવાદિ અનેક પ્રકારે છે. કમબંધનું કારણ જે આવે છે, તેના મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ, કષાય અને ચણ એવા પાંચ પ્રકાર છે. તેમાં સ્થિતિ અનુભાવરૂ૫ બંધનું કારણ મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ અને કષાય એ ચારજ છે, જે મેહકમના ઉદયથી થાય છે અને પાંચમો યોગ છે તે સમયમાત્ર બંધનું કારણ છે, પણ સ્થિતિ અને અનુભાવબંધનું કારણું નથી, તે માટે બંધના કારણમાં મુખ્યપણું નથી. . . . * * આ પ્રમાણે પ્રકટ રૂપથી જાડ્યા છતાં પણ જે જીવ તજવી એગ્ય પરિણામોને છોડતો નથી, તેને સધળા આસ્ત્રોનું ચિંતવન આસ્ત્રવાનુપ્રેક્ષાનું ચિંતવન કરી પહેલાં તીવ્ર કપાયોને છોડે અને પછી શુદ્ધ આત્મસ્વરૂપનું ચિંતવન કરી સઘળા કષાયભાવથી -રહિત થાય, ત્યારે આ ચિંતવન કરવું સફળ છે, ફકત વાત કરે વાથી સાર્થક થતું નથી. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust