________________ 168 દેવી કે જે પ રૂપથી ઉભી હતી તે પ્રગટ થઇને મહારાજે મારિદત્તને કહેવા લાગી-“રાજન ! જે કે આપના કર્મચારિયેએ ઉપવનને શૃંગારિત કર્યું છે, તો પણ હું તેને શ્રી સુલક મહારાજના વિનાશ યોગ્ય તપોવન બનાવીશ." . . - तपोवनमा क्षुल्लकयुगलनो आदर.. રાજાએ કહ્યું-માતુશ્રી ! જેમ આપની અભિલાષા હોય તેમ કરો. આ પ્રમાણે રાજાની આજ્ઞા લઈને ચંડિકાદેવીએ પોતાના અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશવ અને વશિત્વ એવા આઠ ગુણો વડે તે વનને વધારે શાબિત કર્યું, અને પછી અને ભયરૂચિકુમાર ક્ષુલ્લક અને અભયમતિ ક્ષલકી તથા રાજા મારિદત્ત અને ભૈરવાનંદને મહોત્સવપૂર્વક તપોવનમાં સાથે લઈ ગઈ અને ત્યાં દેવપુનિત સિંહાસન ઉપર સુલક યુગલને બિરાજમાન કરીને પછી પોતે પ્રગટ થઈ શ્રી સુક્ષક મહારાજની સામે ઉભી રહી. ' - તે ચંડમારી દેવી કે જે પહેલાં અસ્થિ, માંસ, રૂધિર વગેરેથી સર્વાંગ વ્યાસ હતી, તથા મનુષ્યોના હાડકાંની માળા કંઠમાં ધારણ કરેલી મહા ભયાનક મૂર્તિ હતી તે શ્રી ક્ષુલ્લક મહારાજના ઉપદેશને શ્રવણ કરી પોતાના અસલી દેખાવમાં આવીને સઘળા હિંસાદિ કમેને ત્યાગ કરી સેમ્યવદન થઈ ગઈ. તે મનોહરા સર્વાગ સુંદર દેવપુનીત વસ્ત્રાભૂષણોથી સુસજ્જિત જૈન માર્ગમાં લીન થઈ હિંસા માર્ગનો ત્યાગ કરતી, અને પૂર્વે એકઠાં કરેલાં છવોના યુગલો ઉપર દયાપૂર્વક વાત્સલ્ય ધારણ કરતી શ્રી ક્ષુલ્લક મહારાજની સામે ઉભી રહી. ..... क्षुल्लक महाराजनो चंडमारीने उपदेश. . -. . એ પછી ગુરૂનાં ચરણોને નમસ્કાર કરીને ચંડમારીદેવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust