________________ 17 ભીમ નામને નાનો ભાઈ પાપકમમાં ચતુર, ભીમસમાન બળવાન અને કપટચાતુર્યતામાં નિપુણ હતો.” - શ્રી સુદત્તાચાર્ય મારિદત્ત રાજાને કહેવા લાગ્યા–“રાજન ! તે વૈદર્ભ નામનો રાજા પોતાની ચાતુર્યતા અને ન્યાયપરાયણતાપૂર્વક - રાજ્ય કરતો કાળ વ્યતીત કરવા લાગ્યો, એવામાં એક દિવસ સખીચાની સાથે ક્રીડા કરતી ગંધર્વશ્રી નામની પોતાની પુત્રીને યૌવનારૂઢ જેઈ પિતાના મનમાં વિચાર કરવા લાગ્યું કે પુત્રી વિવાહયોગ્ય થઈ છે જેથી એને માટે કોઈ વર દ્રઢવો જોઈએ. એવો વિચાર કરી પતાની પ્રિય સ્ત્રી વિંધ્યશ્રીને કહ્યું-પ્રિયા ! આજ પુત્રીને જોઈને મને તેના વિવાહની ચિંતા ઉત્પન્ન થઈ છે. જેવી રૂપવતી ગુણવતી અને રૂપલાવણ્યયુક્ત આપણી પુત્રી છે તે જ વર પણ હોવો જોઈએ. વિજય શ્રી - પ્રાણનાથ ! આપનું કહેવું સાચું છે, પણ હું તો પુત્રીને જન્મ અને પાલનપણની અધિકારીણી છું અને કેન્યાના વિવાહ અને યોગ્ય વરની શોધ કરવી આપના અધિકારમાં છે, માટે આપ જ યોગ્ય વરની શોધ કરો. " રાજા–“પ્રિયે ! તમારું કહેવું સત્ય છે, પરંતુ તમને પૂછી લેવું તે પણ ઉચિતજ છે.” આ પ્રમાણે રાણી સાથે વાતચીત કરી રાજાએ દ્વારપાળને ; એલાવી મંત્રીમંડળને ભેગા કર્યા અને કહ્યું –હે મંત્રીએ ! આજે પિતાની સખિ સાથે ક્રીડા કરતી પુત્રીને જોઈને તેના વિવાહની | ચિતા ઉત્પન્ન થઈ છે, માટે તમે યોગ્ય વર અર્થાત જેવી કન્યા છે તેવાજ વરની શોધ કરો.” . રામમંત્રી - પૃથ્વીનાથ ! આપની આજ્ઞા શિરોધારણ, કરું, છું. જો કે પ્રતાપી રાજાઓના અનેક પુત્રે છે તથાપિ પુત્રીના પેગ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust