________________ * 178 વડે પૂણે ઘરોની હાર અને શુભાચારી મનુષ્યના નિવાસયુક્ત ગધવપુર નામની નગરી છે. તેમાં રાજમાર્ગને જાણકાર વિદર્ભ નામને રાજ થયા, તે રાજા અસહ્ય દાન અને ભોગોથી ચિન્હિત શરીરનેધારક, શત્ર વર્ગના બળને ઘાતક. અને રાજનીતિમાં નિપુણ ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરતે હતો. એ રાજાને વિદેશી . નામની આનિ મનહર પ્રતિવ્રતા સ્ત્રી હતી. જેની રૂપસંપદાને જોઈને દેવાંગના પણ લજિત થતી હતી. તે વિંધ્યશ્રી રાણીની કૂખે કામદેવ સમાન અનુપમ રૂપને ધારક ગધવસેન નામનો પુત્ર ઉત્પન્ન થયા તથા અતિ કોમળ અને ક્ષીણ શરીરને ધારણ કરવાવાળી ઉત્તમ લક્ષાણીયુક્ત ગધશ્રી નામની પુત્રી ઉત્પન્ન થઈ. આ પુત્ર-પુત્રીનું મનોહર જોડું એવું ભાસતું હતું કે જાણે વિધાતાએ પોતે તેનું લાલન પાલન કરી જગત્માં ઉત્તમ રૂપલાવણ્યયુક્ત કર્યું છે. તે જોવું જેવું રૂપવન હતું તેવું જ સ્વભાવે કરી સૌમ્ય અને મધુર વચનવડે લોકોનું મન રંજન કરતું હતું. વળી તે જે પોતાની બાળલીલાથી સઘળા પુરજન અને પરિજનને પ્રિય હતું, જેનો વિદ્યાભ્યાસ સુરીતિઓને બોધક અને જ્ઞાનવૃદ્ધિનું મુખ્ય કારણ હતું.” તે માનને રચવાવાળે સજીને પરૂપરૂપ કમળાનો દિવાકર, દુષ્ટજનરૂ૫ ગજરાજને સિંહસમાન અને દીર્ઘજીવી રાજા પિતાની પુત્રીને પુત્રસમાન ગણ રાજ્ય ભોગવતો હતો. હવે આ રાજાને વિધાવિશારદ, રાજ્ય કારભાર ચલાવવામાં ચતુર રામ નામનો મંત્રી હતા, જેને રૂપલાવયવિશિષ્ટ પતિવ્રતા અને પિતાના પતિની = અનુગામિની ચંદ્રલેખા નામની પ્રિય સ્ત્રી હતી. એ ચંદ્રલેખાને પેટેથી ઉત્પન્ન થયેલો દોષગવંભયરહિત. રૂપગુણના પાત્ર, શત્રુઓના E - નાશક જિતશત્રુ નામને પુત્ર પૃથ્વી પર પ્રસિદ્ધ હતો. તે તિશત્રુને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust