________________ 18 0. વર દેખાતો નથી કેમકે નીતિશાસ્ત્રમાં સત ગુણયુક્ત વર કહે છે. ઉત્તમ કુળ, સુંદર લોકપ્રિય સ્વભાવ, નીરોગ શરીર, પૂર્ણ આયુ, લૌકિક અને પારમાર્થિક વિદ્યા, યોગ્ય ધન અને સ્વામિત્વ એ પ્રમાણે સાત ગુણેની પરીક્ષા લેવી, પછી તે કન્યાનું ભાગ્ય છે. સ્વામી! ઉપર પ્રમાણે ગુણવિશિષ્ટ રાજપુત્ર મારી નજરમાં આવતા નથી, કેમકે બહુ શોધ કર્યા છતાં પણ કોઈ જગ્યાએ કુળ છે, તે બીજા ગુણ નહીં, વગેરે કોઈમાં પણ સાત ગુરુ પુરા જોવામાં આવતા નથી, તે માટે મારી સમ્મતિ તો એ છે કે પુત્રી પિતેજ યોગ્ય વરને જોઈને તેના કંઠમાં વરમાળા નાંખે, તો ઘણું ઉત્તમ થશે, કેમકે ગંધશ્રી પુત્રી પિતે સામુદ્રિકાદિ અનેક શાસ્ત્રાની જાણકાર છે, તે જ યોગ્ય વરને વરી, તે ઉત્તમ છે.” * રાખ૦–“તો શું સ્વયંવર મંડપ બનાવવો પડશે ?" મંત્રી –“મહારાજ ! જરૂર તેમ કરવું પડશે અને સઘળા રા- જપુને આમંત્રણ આપવું પડશે.” - - આ પ્રમાણે રાજમંત્રીનું કહેવું સાંભળીને રાજાએ બીજા મંત્રીઓની સલાહ માંગી, તો તે સઘળાઓએ પણ એવી જ સલાહ આપી, જેથી મહારાજ વૈદર્ભે સંઘના મંત્રીઓની સંમતિથી સ્વયંવર કરેવાની મંત્રીઓને આજ્ઞા આપી કે જલદીથી સ્વયંવરમંડપ તૈયાર કરે, અને સઘળા રાજપુત્રોને આમંત્રણપત્ર મોકલી દે. - બુદ્ધિશાળી મંત્રીઓએ સ્વયંવરને માટે અત્યુત્તમ અનેક સ્થ– -ભોને મેટ મંડપ તૈયાર કરી રાજપુત્રોને બેસવાને માટે રમણિક મનોરંજક સ્થાન નિર્માણ કર્યા અને પછી અનેક દેશોના પધારેલ રાજપુનું સ્વાગત ઘણીજ ઉત્તમ રીતે કર્યું. P.P. Ac. Gunratnasuri M.S.: Jun Gun Aaradhak Trust