Book Title: Yashodhar Charitra
Author(s): Ishwarlal Karsandas Kapadia
Publisher: Moolchand Karsandas Kapadia

View full book text
Previous | Next

Page 200
________________ બનાવી મૂર્તિ સ્થાપન કરી, અનેક તળાવ અને વાવ બનાવી, અનેક ધર્મશાળાઓ બનાવી, જેમાં હજારે તાપસીઓને ભેજન વગેરે આપી તૃપ્ત કર્યા તથા ઉંચી ધ્વજા અને શિખરમંડિત રત્નજડિત જિનરાજના મંદિરની ઉત્તમ પ્રકારથી પ્રતિષ્ઠા પણ કરાવી, જૈન સાધુઓને આહારદાન પણ આપ્યું. અને દુ:ખી જીવોને આધ, આહારાદિ દાન પણ કર્યું અને અનેક પ્રકારની ભેગક્રિયા કરતો ચિરકાળપર્યત રાજ્ય કરી મરણ સમયે મિત્રભાવના યોગથી મરણ પામીને. કલિંગ દેશને સ્વામી ભગદતની સ્ત્રીથી સુદત્ત નામનો હું પુત્ર ઉત્પન્ન થયા. પછી મોટો થઈ રાજ્ય ચલાવવા લાગ્યો. એક દિવસ કોટવાળે એક દઢ બંધનયુક્ત ચોરને લાવી મારી સામે ઉભો કર્યો અને નગ્ન થઈને કહેવા લાગ્યો કે, મહારાજ ! આજે આ ચેરને બહુ પ્રયત્નથી પકડયો છે, આપ એને એગ્ય દંડ આપવાની આજ્ઞા આપે. . : : રાજાએ (મેં કહ્યું - “હાલ આ ચેરને અંધારી કોટડીમાં પરે, પછી વિચાર કરીને એને સજા કરવામાં આવશે” મારી આ પ્રમાણે આજ્ઞા થવાથી કોટવાળ ચોરને લઈને ગયે.' તા. શ્રી સુદત્તાચાર્ય કહેવા લાગ્યા- રાજન ! પછી મેં મારી પાસે બેઠેલા વિદ્વાન બ્રાહ્મણોને પૂછયું કે, આ દુષ્ટ ચેરને શું સન કરવી જોઈએ ? " : એક બ્રાહ્મણ-મહારાજ ! એ ચારને પ્રથમ પગ કાન નાક છેદીને પછી એનું મસ્તક છેદવું જોઈએ. * . બીજે બ્રાહ્મણુ-પૃથ્વીનાથ ! જો કે આ ચેરને એ દંડ ઉચિત છે, પણ એમ કરવાથી આ૫ પાપના ભાગી અવશ્ય થશે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204