________________ 176 કરું ત્યાંસુધી સંસારરૂપી દઢ પાસથી મુક્ત થવું કષ્ટસાધ્ય જ નહીં પરંતુ અસંભવ છે માટે આપ મને જિનદિક્ષા આપીને કૃતાર્થ કરે. આ પ્રમાણે રાજાનું કથન સાંભળીને ક્ષક્ષક મહારાજે કહ્યું -" રાજન ! આપને વિચાર ઘણે ઉત્તમ છે પરંતુ હું પોતે મહાવ્રતને ધારક મુનિરાજ નથી, જેથી હું આપને દીક્ષા આપી શકતો નથી. એ સિવાય એ પણ એક નિયમ અને આચારવ્યવહાર છે કે જે પોતાના ગુરૂ નજીકમાં હોય તે પોતે કોઇને દીક્ષા ન આપે, અને જે કદાચ હઠ કરીને આપે છે તે પાપીઓની પંકિતમાં ગણાય, તે માટે હું તમને મારા ગુરૂ શ્રી સુદત્તાચાર્યની પાસે લઈ જાઉં છું, તે આપને દીક્ષા આપશે. મારા રાગ ઉત્તરાર્થની ફુન્નરમાં. - ( આ પ્રમાણે શુદ્ધક મહારાજનું કહેવું સાંભળીને રાજા આશ્ચર્ય ત થઈ પિતાના હૃદયમાં વિચારવા લાગ્યા–“આહા ! જગતમાં તપસ્યા સમાન કોઈ મોટું નથી, કેમકે સઘળા મનુષ્યોમાં હું પૂજ્ય, મારાથી પૂજ્ય ચંડિકા દેવી, તથા દેવીના ગુરૂ ભુલ્લક મહારાજ, અને ક્ષુલ્લક મહારાજના પણ ગુરૂ સુદત્તાચાર્ય છે. આ સઘળો તપનો મહિમા છે. આ પ્રમાણે પિતાના મનમાં વિચાર કરી ફરી વિનયપૂર્વક હાથ જોડી રાજાએ ક્ષુલ્લક મહારાજને કહ્યું-“ધર્મરત્ન ભંડાર સ્વામિ ! આ પના ગુરૂ કયાં છે ? આપ મને તેમની પાસે લઈ ચાલે, હું આવવાને તૈયાર છું.” પછી ક્ષુલ્લક મહારાજ રાજને સુદત્તાચાર્યની પાસે લઇ ગયા. તે શ્રી સુદત્તાચાર્ય મહામુનિ ! અવધિજ્ઞાન નેત્રના ધારકદેવ મનુષ્યથી પૂજ્ય, આઠ ભદોને નિર્મદ કરી મેહમલને જીતી તે તપમાં બેઠેલા દયાનિધિ દિગંબરાચાર્ય દશ ધર્મને ધારણ કરતા પિતાના આત્માના ધ્યાનમાં મગ્ન છે. . . . . . . . . . . . . . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust