________________ 174 -જીવદયામાં તત્પર રહેશે અને જિન વચન ઉપર શ્રદ્ધાને રાખશે તથા ધર્માત્માઓની રક્ષા કરશે તો જરૂર તારૂ કલ્યાણ થશે..!. " - રાણાને દિનો ગરા. તે આ પ્રમાણે સુલ્લક મહારાજનાં વચનોથી સંતુષ્ટમાન થતી ચંડિકાદેવીએ મહારાજના ચરણેને ફરી ફરી નમસ્કાર કરીને તેમની આજ્ઞા શિરોધારણ કરી, અને શ્રી ગુરૂરાજની સમક્ષ રાજાને કહેવા લાગી—“હે રાજન! આજ સુધી જે થયું તે થયું પરંતુ હવે આજથી કોઈ, જીવની બીલકુલ હિંસા કરવી નહીં. પૃથ્વીનાથ ! આજથી આપના -સઘળા રાજ્યમાં એ વાતનો ઢંઢેરો પીટાવી દેવો જોઈએ કે સઘળી પ્રજા સમ્યભાવે ધારણ કરી રશદ્રભાવને ત્યાગ અર્થાત જે પુરુષ સ્ત્રી બાળક અને વૃદ્ધ વનમાં, ઉપવનમાં અથવા પોતાના ઘરમાં કે દેવીના મંદિરમાં સાક્ષાત પશુની અથવા કૃત્રિમ પશુની દેવતાઓને નિમિત્તે હિંસા કરશે, તેને હું ધર કુટુંબ સહિત ના કરીશ. ' : - આ પ્રમાણે ચંડિકાદેવીના આદેશપૂર્ણ વચન સાંભળીને મારિદત્ત રાજા કહેવા લાગ્યા–“માતુશ્રી ! આપની આજ્ઞા થતાં પહેલાંજ શ્રી સુલક મહારાજના ઉપદેશથી મારું હૃદય જીવહિંસાથી સકંપ થઈ ગયું હતું, કેમકે મુલક મહારાજે તે યશોધરના ભવમાં કૃત્રિમ કુકડો કુળદેવીને અર્પણ કર્યો હતો, તે પાપથી એમણે સંસારમાં જે પરિબ્રિમણ કર્યું તેનું ચરિત્ર જે હદયવિદારક છે. હે ચંડિકા ! એ કાણું પાષાણ હૃદયને હશે કે જે શ્રી ગુરૂનું ભવાંતર સાંભળી જીવહિંસાથી ભયભીત ન થાય ? મેં ભૈરવાનંદની આજ્ઞા પ્રમાણે અનેક છાના યુગલ એકઠા કર્યા તેનાથી મારું હૃદય ભયથી સકંપ થઈ રહ્યું છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust