________________ 173 - દેવ અને નારકિયેમાં સમ્યકત્વ તો થઈ જાય છે, પરંતુ તે ભવમાં તપશ્ચરણ થતું નથી. એ જ પ્રમાણે ભેગમમિના મનુષ્યામાં સમ્યગદર્શન થાય છે પરંતુ જિનદીક્ષા થતી નથી. તિર્યમાં સમ્યદર્શન અને શ્રાવકના વ્રત પણ થાય છે પરંતુ તપશ્ચરણ થતું નથી. અને કર્મભૂમિના મનુષ્યોમાં સઘળા વ્રત થાય છે, કેમકે મહાવ્રતરૂપી. ભાર ન સહન કરવામાં મનુષ્યજ સમર્થ છે. चंडिकानी क्षुल्लक महाराजने प्रार्थना. આ પ્રમાણે શ્રી મુનિરાજના ઉપદેશને શ્રવણ કરી સંસારનાં દુઃખોથી ભયભીત થઇને તે ચંડિકાદેવી સમ્યગદર્શનં ધારણ કરી શ્રી સુલક મહારાજને નમસ્કાર કરીને સુમધુર વાણીથી કહેવા લાગી—“હે. નાથ! આપે મને ચતુર્ગતિએ અત્યંત ભયાનક ઘર સંસારસમુદ્રમ પડતી તારી છે. તે સ્વામિ ! આપ દેવોના દેવ અને જેનસિદ્ધાંતના પૂર્ણ જાણકાર છે, જેથી આપ મારા સ્વામી છે, અને હું આપના ચરણોની દાસી છું. સ્વામી ! આપે કહ્યું કે દેવપર્યાયમાં તપશ્ચરણ નથીતે તો ઠીક જ છે પરંતુ કહો કે મારે હવે શું કરવું જોઈએ? આપ કૃપા કરી તે કહીને મને સંતોષિત કરો.” . - કુલ્લક૭–“જે પુરૂષના શરીરમાં ઘા અથવા ગુમડું નથી હતું, તેના ઉપર માખી બેસતી નથી, એજ પ્રમાણે જે સર્વે વસ્તુથી. નિમમત્વ રાખે છે, તે કોઈનું આપેલું ગ્રહણ કરતો નથી.” ચંડિકા, હે ગુણરત્નભંડાર! આપે સંક્ષેપમાત્ર વર્ણન કર્યું તે હું પૂર્ણ રીતે સમજી ગઈ છું, આપની આજ્ઞાનુસાર જ કરીશ , કુલક–હે દેવી! જે તું મારા વચન પ્રમાણે પરોપકારપૂર્વક P.P. Ac. Gunratnasuri "M:S. Jun Gun Aaradhak Trust