________________ 158 * વળી જે મનુષ્યપર્યાય પણ મળે અને આયંક્ષેત્રમાં જન્મ પણ થાય, તે પણ ઉત્તમ કુળમાં જન્મ થવો અતિ દુર્લભ છે. અને જે ઉત્તમ કુળની પ્રાપ્તિ થઈ જાય તે ઘનહીન થાય, ત્યાં કોઈપણ પ્રકારનું સારું કામ કરી શકશે નહીં, પણ પાપ ઉપાર્જનજ કરી ફરી દુનિયામાં શ્રમણ કરશે. . . . . . . . . - - - .. અને જે ધનસહિત પણ થાય, તે ઈદ્રિાની પરિપૂર્ણતા હોવી તેનાથી વધારે દુર્લભ છે, અને જે ઈદ્રિયોની પણ પૂર્ણતા થઈ જાય, તે રોગ સહિત શરીર થાય, જેથી ત્યાં કાંઈ સુકૃત કરી શકશે નહિ અર્થવા કદાચિત નિરોગ પણ થાય તો ચિરંજીવની પ્રાપ્તિ દુર્લભ છે, અને જે ચિરકાળપર્યત જિવિત પણ રહે, તો ઉત્તમ પરિણામી થવું અતિ દુર્લભ છે. જે કદાચિત ઉત્તમ પરિણામ પણ થાય, તે પણ સાધુ પુરૂષોની સંગતિ મળવી દુર્લભ છે, અને જે સાધુસંસર્ગ પણ મળી જાય તે સમ્યગદર્શનની પ્રાપ્તિ અત્યંત દુલભ છે. જે સમ્યગદર્શન પણ મેળવે તો આ જીવ ચારિત્રને ગ્રહણ કરતે નથી અને જે ચારિત્રને પણ ગ્રહણ કરી લે તો તેને નિર્દોષ પાળવામાં અસમર્થ થાય છે. વળી જે આ જીવ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયને પણ પ્રાપ્ત થઈ જાય, પરંતુ જે તીવ્ર કષાય કરે તો તે રત્નત્રયને નાશ કરી ફરી દુર્ગતિમાં ગમન કરે છે. તે - હે ભવ્ય ! સમુદ્રમાં પડેલા રત્નની માફક આ મનુષ્યપણું અત્યંત દુર્લભ છે, એવો નિશ્ચય કરી મિથ્યાત્વ અને કષાયને ત્યાગ કરો. જે પ્રમાણે ઘણું કફથી મળેલા ચિંતામણી રત્નને સમુદ્રમાં ફેંકીદે તેની ફરી પ્રાપ્તિ થવી અતિ દુર્લભ છે તે પ્રમાણે અતિ કષ્ટથી પ્રાપ્ત થયેલી મનુષ્યપર્યાય તેમાં પણ રત્નત્રયને પ્રાપ્ત થઈને જે મિથ્યાવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust