________________ "162 દેખું-જાણે છે તે ધર્મ અને અધર્મના ફળને પણ જાણશે. એ હેતુથી ધર્મનું સ્વરૂપ. સર્વજ્ઞકથિત વચનોવજ પ્રમાણભૂત છે પરંતુ બીજા છવાસ્થ (અલ્પજ્ઞ) કથિત પ્રમાણભૂત નથી અને જે સર્વાની પરંપરાથી કહે, તે પણ પ્રમાણિક છે, તે માટે ધર્મના સ્વરૂપના કથનની શરૂઆતમાં પહેલાં સર્વજ્ઞનું કથન કર્યું છે. આ જ ધર્મનું સાપન્ય સ્વર. સામાન્ય પ્રકારથી ધર્મના બે પ્રકાર છે-એક વ્યવહાર અને બીજે નિશ્ચય. તેમાં વ્યવહાર ધર્મમાં પ્રથમ જીવદયા ધર્મ છે, એ દયગત ધર્મ ગૃહસ્થ અને મુનિયોના ભેદથી બે પ્રકારે છે એટલે ગૃહથ ધર્મમાં એકદેશ દયાનું પાલન થાય છે અને મુનિધર્મમાં સઊંદેશ દયાનું પ્રતિપાલન થાય છે, તથા સમ્યગ્દર્શન, સમ્યગ્રજ્ઞાન, અને સમ્યગચારિત્ર એવા ત્રણ રત્નત્રય રૂ૫ તથા ઉત્તમ ક્ષમા, ભાદેવ, - આજે વ, સત્ય, શોચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એવા દશ પ્રકારના ધર્મ છે. આ સઘળો વ્યવહાર ધર્મ છે અને જે મોહથી ઉત્પન્ન થયેલા વિકલ્પના સમૂહોથી રહિત, વચન અને અંગથી વજિત એવી શુદ્ધ આનંદમય આત્માની પરણતિ ! તે નિ&ય ધમે છે. . આપા દેવને નિમિત્ત તથા ગુરૂઓના કાર્યોમાં જે હિંસાનો આરંભ છે તે શુભ નથી, કેમકે જે હિંસા છે તેજ પાપ માનેલું છે, માટે મુખ્ય દયાજ ધર્મ છે. અન્ય મતાવલંબી હિંસામાં ધર્મને સ્થાપન કરે છે તેમાં મીમાંસક તો યજ્ઞ માં પશુઓનો હવન કરીને તેનું શુભ ફળ કહે છે. ખાદ્ધ મતવાળા માંસ વગેરેના આહારને પણ શુભ કહે છે તથા દેવીએના ઉપાસક બકરા વગેરે પશુઓનો નાશ કરી દેવીઓને ચઢાવે છે અને તેનું ફળ પણ શુભ જ બતાવે છે.: . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust