________________ 165 IIIIIIIIII III II નલિન થયા કે ધ્યાનસ્થ વખતે જેમના પરસેવાને સે પિતાની છત્ર ભથી ચાટે છે. તે મુનિનાયક તપના યોગથી એવા કૃશશરીર છે કે જેનાં હાડકાં પાંસળાં પિતાની મેળે કટકટાદિ શબ્દ કરે છે, જેમના ઉત્તમ તેજસ્મૃતિ શરીરમાં સઘળી પાંસળી અને નસ દેખાય છે, અને તે તપસ્વી તપશ્ચરણ કરતા જગતના જીવોને અભય પ્રદાન કરે છે. રાજન ! તે મુનિરાજ શીતકાળમાં રાત્રિસમયે નદી અથવા સરોવરના કિનારા ઉપર ધ્યાનસ્થ રહે છે, તે દયા પ્રતિપાળક મુનિરાજ ! ઉહાળામાં પર્વતના શિખર ઉપર તથા મરૂ ભૂમિ કે જ્યાં છાયાનું નામ પણ નહિ એવા નિર્જનસ્થાનમાં તે ગુરૂવર્ય પોતાના આત્માના ધ્યાનમાં તલિન થાય છે, ત્યાં જેમને જરાપણ કષ્ટ થતું નથી, તે મુસુનિધિ ! એ માસામાં કે જ્યાં એક તરફ મેઘ ગર્જના કરે છે, વીજ-ળી ચમકારા મારે છે એવા સમયમાં તે મુનિરાજ વૃક્ષની નીચે પોતાના ધ્યાનમાં મગ્ન થાય છે. તે સમદશ મહામુનિ ! સ્પર્શ ઈદિના આઠ પ્રકારના વિષયમાં સમભાવ ધારણ કરતા હતા તથા વર્ગ અને મોક્ષના માર્ગને પ્રકટ બતાવતા, માયા મિથ્યા અને નિદાન એ પ્રમાણે ત્રણ શલ્યોનું નિરાકરણ કરતા, પોતાના જ્ઞાનરૂપી અંકુશથી આઠ મદરૂપ બન્મત્ત હાથીને મદરહિત કરતા, અને માન અને અપમાનમાં સમભાવ ધારણ કરતા, શરીરથી નિસ્પૃહ થઇ ધ્યાનમાં તલ્લીન થાય છે. તે ધ્યાનના ભંડાર ! વૃક્ષોની છાયા, પર્વતોની ગુફા અને સ્મશાનભૂમિમાં નિવાસ કરતા રાત્રિને સમયે ધનુષ, દંડ, મૃતક અને શવ્યા - એ પ્રમાણે કઠીન આસનોમાં થોડી નિદ્રા લઈને રાત્રિ બતાવે છે; તથા : - દિવસમાં પણ ગોકુહાસન, વજાસન, પદ્માસન, વીરાસન, ગજસંડાસન = વગેરે અનેક આસનોથી ધ્યાનમાં લીન થાય છે. વળી તે મહા મુનિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust