________________ 115 તે પછી સઘળી રાણીએ વિલાપ કરી મસ્તક અને છાતી ફુટતી નંદનવનમાં કે જ્યાં મુનિરાજની પાસે યશોમતિ મહારાજ જિનદીક્ષા લેવાને ઉદ્યમી હતા, ત્યાં ગઈ. . - यशोमति अने राणाओनो मेलाप.. તે સઘળી સ્ત્રીઓએ મહારાજ યશોમતિને આ પ્રમાણે પ્રાર્થના કરીસ્વામિ ! દવે. લક્ષ્મીસુખના ઘાતક તપશ્ચરણ વડે આપને ઠગી લીધા. પ્રાણવલ્લભ ! આપ સ્વર્ગ સુખને માટે તપશ્ચરણ કરે છે તો તમે સઘળી સ્ત્રીઓ અપ્સરા છિએ, સુંદર મનહર મેહેલ વિમાનતુલ્ય છે અને પ્રિય સંગમ તેજ સુખ છે. એ સ્થળમાં આપનું સ્વર્ગ સુખથી કઈ વાતની કમી છે કે આ૫ વર્તમાનસુખને તીરસ્કાર કરીને આગામી સુખની ઇચ્છા રાખી તપશ્ચરણનું કષ્ટ સહન કરે છે? આ પ્રમાણે ધૂત સ્ત્રીઓએ અનેક પ્રકારની સ્વરૂપ યુકિતથી યમતિને રોકવા પ્રયત્ન કર્યો, પરંતુ રાજાના મનમાં એક પણ વાત ઠસી નહિ, અને જિનદીક્ષામાં દત્તચિત્ત થઈને ઉભા રહ્યા. __ अभयरुचि अने अभयमति मुनिनी हजूरमां. અભયરૂચિકુમાર શુક્લક મારિદત્ત રાજાને વળી પણ કહેવા લાગ્યા–“રાજન ! મને અને મારી બહેન અભયમતિને એ સઘળી વાતની ખબર પડી કે તરતજ હમે બને અનેક વાજીંત્રોના સમૂહથી વ્યાસ મદોન્મત હાથીઓ તથા ઉચ્ચ સ્વર કરતા પવન સમાન વેગ-વાળા ઘોડાઓ અને નગ્ન ખડગ ધારણ કરેલા દ્ધાઓ તથા મનોરથ સમાન રથમાં બેઠેલા સુભટ અને રાજકર્મચારીઓ સહિત ચમર છત્રાદિ રાજ્યવિભૂતિ સાથે સુંદર પાલખીમાં બેસીને નંદનવનમાં - સુનિરાજની પાસે પહોંચ્યા. ત્યાં તમે બંને જણે યશોમતિ રાજાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust