________________ પરિગ્રહને ત્યાગ કર્યો. નૃપરાજ ! મારા પિતાએ રૂષિઓના ચારિત્રને ગ્રહણ કરી ઘેર વીર તપશ્ચરણનો આરંભ કર્યો. તે તપશ્ચરણ જન્મ મરણાદિ રોગોનું નાશક છે, તેને ધારણ કરી યશોમતિ મુનિરાજ રાગ, દેવ, માન, મત્સર વગેરે ભાવોને ત્યાગ તથા કર્મ રૂપી ફાંસીનો નાશ કરવા માટે નિર્જન વન, સ્મશાનભૂમિ, પર્વત, ગુફા વગેરેમાં નિવાસ કરતા બેલા, તેલા, પક્ષ, માપવાસ વગેરે વ્રત ધારણ કરવા લાગ્યા. વળી ગુણરૂપ મણિયથી ભૂષિત હમારા પિતાએ ઘરના મોહને છેડી પિતાના મનને રોકી માયા, મિથ્યા અને નિદાન એવા ત્રણ શ૯નું ખંડન કરી પાંચે ઇંદ્રિયોને દંડિત કરી નિર્જીત કર્યું.”. દર વળી ક્ષુલ્લક મહારાજ કહેવા લાગ્યા–“રાજન ! હમારા પિતા ચશોમતિ તો ઉપર પ્રમાણે તપ કરી પોતાના કર્મોનો નાશ કરવા લાગ્યા અને હું સંસારથી ઉદાસ તો હતો, તોપણ પિતા અને કલ્યાણમિત્ર શેઠના આગ્રહને લીધે મેં રાજ્યકાર્યભાર ગ્રહણ કર્યો હતો, પરંતુ મારા પોતાના મનથી ઉદાસીનતાને ક્યાં સુધી રોકી શકું? જેથી મેં પછી ઘણુ વિનયથી મારા ભાઈઓને રાજ્યપદ સમર્પણ કર્યું અને ઉપશમભાવ સહિત સઘળા ગૃહ આરંભાદિ કાર્યોનો ત્યાગ કરી મેં અને મારી બહેન અભયમતિ બન્નેએ સંસારદેહભાગેથી વિરક્ત થઈને નિગ્રંથ સાધુની પાસે જઈને નમસ્કાર કરીને પ્રાર્થના કરી સ્વામિ હમને જિનદીક્ષા આપો.” આ પ્રમાણે હમારી પ્રાર્થનાને સાંભળી તે વીતરાગ ભાવના ધારક મુનિરાજ કહેવા લાગ્યા” હે વત્સ! હમણાં તો તમે ક્ષીણ શરીર કોમળ અંગના બાળક છે અને જિનદીક્ષા તો ઘણી અઘરી છે, અને નિર્વાહ બાળકોથી થઈ શકતો નથી, તે માટે તમે બન્ને ઉત્તમ શ્રાવકનાં વ્રત ગ્રહણ કરે. હે પુત્ર ! તમે બન્ને ભાઈ બેહન હમણાં સંસારદેહભેગોથી વિરક્તચિત્ત છે, તેથી તમારું મન જિનદીક્ષા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust