________________ 143 ' ? મનત્ય મઘના. જે કંઈ ઉત્પન્ન થાય છે તેને નિયમથી નાશ થાય છે, પરંતુ પરિણામસ્વરૂપવડે કંઈ પણ શાસ્વતા નથી અર્થાત્ સઘળી વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે, ત્યાં સામાન્ય તે દ્રવ્યપ અને વિશેષ -ગુરુપર્યાયસ્વરૂપ છે. દથવડે વસ્તુ નિત્ય છે તથા દ્રવ્યને આશ્રય હોવાથી ગુણ પણ નિત્ય છે, પણ પર્યાય અનિત્ય છે. એને પરિણામ પણ કહે છે. આ સંસારી જીવની પર્યાયબુદ્ધિ થઈ રહી છે, જેથી તેઓ પર્યાયને ઉત્પન્ન અને વિનાશ થતી જોઈ હર્ષ ખેદ કરે છે તથા તેને નિત્ય રાખવાને પણ ચાડે છે, પરંતુ આ અજ્ઞાનતાથી વ્યાકુલ થાય છે એ માટે તેણે આ અનુપ્રેક્ષાનું ચિંતવન કરવું ઉચિત છે. આ પ્રમાણે વિચાર કરવો કે દ્રવ્યવડે તો શાસ્વતા આત્મદિવ્ય છું અને જે ઉત્પાદ વિનાશ થાય છે તે પર્યાયનો સ્વભાવ છે, એમાં હવે ખેદ શા માટે કરવો ? કેમકે આ શરીર છે તે જીવ અને પુળજનિત પર્યાય છે, ધન ધાન્યાદિક છે તે પળ પરમાણુઓના સકંધ પર્યાય છે, એનું મળવું છુટા પડવું નિયમપૂર્વક -જરૂર થાય છે. એમાં જે સ્થિર બુદ્ધિ ધારણ કરે છે તે આ મોહજનિત ભાવ છે, તે માટે વસ્તુનું સ્વરૂપ જાણીને હવે ખેદરૂપ ન થવું જોઇએ. . . . . . . . . ; - જે જન્મે છે તે મરણ સહિત છે, જુવાની છે તે વૃદ્ધાવસ્થા સહિત ઉત્પન્ન થાય છે અને આ જે લક્ષ્મી છે, તે વિનાશસહિત છે; આ પ્રમાણે સર્વે વસ્તુઓને ક્ષણભંગુર (વિનાશ સહિત) જ જાણો. જગતમાં જે અવસ્થા છે, તે સઘળી પ્રતિપક્ષી ભાવને માટેજ થઈ છે, પરંતુ આ પ્રાણી જ્યારે જન્મ થાય છે ત્યારે તેને સ્થિર માનીને હપ કરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust