________________ 135 , નપુંસક, બાળક, વૃદ્ધ, જુવાન અને પશુ વગેરેનું આવાગમન ન હોય; નિર્જન વન, પર્વતનું શિખર, ગુફા, પેતાનું ઘર, ધર્મશાળા, સ્મશાનભૂમિ અને જિનચેત્યાલય વગેરે નિર્જીવ ભૂમિમાં પ્રસન્ન ચિત્તથી સામાયિક કરવું. એ સિવાય કાયાદિ ચેષ્ટા અને મનો વ્યગ્રતાથી નિવૃત્તિ. ચયાથી મનના વિકલ્પોની વિશેષ નિવૃત્તિ કરીને દરરોજ અથવા ઉપવાસ અને એકાસણને દિવસે ઉપલી વિધિથી સામાયિક કરવું. એ વિધિ પ્રમાણે કરેલું સામાયિક પાંચ મહાવ્રત પરિપૂર્ણ કરવાનું કારણ છે, માટે દરરોજ આળસ છોડીને એકાગ્ર ચિત્તથી નિયમ પ્રમાણે સામાયિક કરવું જોઈએ. એ સામાયિકમાં આરંભ સહિત સર્વે પ્રકારના પરિગ્રહ ન હોવાથી તે વખતે ગૃહસ્થને ઉપસર્ગપૂર્વક વસ્ત્રાદિક સહિત પણ મુનીપણું થઈ જાય છે. સામાયિક કરતી વખતે મન ધારી અચલ યોગથી ઉભેલા શ્રાવકે શીત, ઉષ્ણુ ડાંસ, મચ્છર ૬નાં કુવચન વગેરે ઉપસર્ગોને પણ સહન કરવા જોઈએ. सामायिक करती वखते शुं विचार करवो जोईए ? હું જે કે અકારણું, અનિત્ય અને દુઃખમયી સંસારમાં નિવાસ કરું છું, પરંતુ એ મારા આત્માથી જુદા છે, પણ એનાથી સુખમય જે મોક્ષ છે તે મારું નિજસ્વરૂપ છે, તેમાંજ સંલગ્ન થવું એ મારૂ પરમ કર્તવ્ય કર્મ છે, આ પ્રમાણેને વિચાર સામાયિક કરતી વખતે મનમાં કરવા જોઈએ. : : સમાજના મતવાર. . મન વચન અને કાયની વૃત્તિને ચલાયમાન કરવી, સામાયિકમાં અનાદર કરે, અને સામાયિકનો સમય અને પાઠ ભૂલી જવો, એ સામાયિક વ્રતના પાંચ અતીચાર છે. . . . : - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.