________________ 121 ગ્રહણ કરવામાં ત:પર થઈ રહ્યું છે, પણ તમે હમણાં સુકુમાર અલ્પ વયના બાળક છે, તે માટે મુનિરાજથી ઉતરતું ક્ષુલ્લકનું વ્રત ધારણું કરે. કુમાર ! જો કે તમારું મન મુનિવ્રત અંગીકાર કરવાને તત્પર છે, તે પણ પહેલાં આ ભુલક વ્રતનું સાધન કરો. એમાં પૂર્ણ સિદ્ધિ થઈ જાય પછી મુનિવૃત ગ્રહણ કરજે, કે જેથી તમારી ઈચ્છા પૂર્ણ થઈ જશે.” - अभयरुचि अने अभयमती क्षुल्लकपदमां. :: - આ પ્રમાણે મુનિરાજનું કહેવું સાંભળી હમે બન્નેએ પૂછયું-- “સ્વામી ! આપ કહી બતાવો કે એ ક્ષલક વ્રતમાં હમારે બંને જણે શું કાર્ય કરવું જોઈશે?” મુનિરાજે કહયું- " એ વ્રતમાં પ્રથમ ગુરૂસેવાપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરે, કે જેનાથી અન્ય મતોની ભૂખંતાને બેઘ થવાથી સ્વમતમાં આસ્તા થશે અને ત્યારે જ સમ્યગ્દર્શનની દૃઢતા થશે. આ સમ્યકત્વની શુદ્ધતાને માટે આઠ ભદ, કાદિક આઠ દોષ, છ. અનાયતન અને ત્રણ મૂઢતા એવા પચીસ દોષનું નિરાકરણ કરો, કે જેથી સચૅગદર્શન શુદ્ધ થઈને સંસારને નાશ કરી મોક્ષ પ્રાપ્તિમાં યથાર્થ સહાયક થશે. - વાન કર્તવ્ય. - રાજન ! ઉપર પ્રમાણે મુનિનું કહેવું સાંભળીને મેં પૂછયું-“સ્વામી ! આપે જે કંઈ કહ્યું તે સઘળું સત્ય છે, પરંતુ એટલું કહેવાથી તૃપ્તિ ન થઈ, માટે એ કથનને ફરીથી વિસ્તારપૂર્વક સમજાવો.” *. મુનિરાજે કહયું -“હે વત્સ !પ્રથમ આઠ મદનું વર્ણન કરું છું અર્થાત્ જ્ઞાન, પૂજા, કુલ, જાતિ, બળ, ઋદ્ધિ, તપ અને શરીર એવા આઠ પ્રકારના મદ આચાર્યોએ વર્ણવ્યા છે. ' . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust