________________ 128. ખપ કરતાં વધારે ગાડી ઘોડા રાખવા, જરૂરી વસ્તુઓને અતીશય સંગ્રહ કરવો. પારકાનો. વિભવ જોઈ આશ્ચર્ય થવું, બહુ લેબ રાખવો, અને પરિમાણથી વધારે બોજ લાદવે એવા પરિગ્રહપરિમાણ વ્રતના પાંચ અતીચાર છે. * શ્રી મુનિરાજ કહેવા લાગ્યા " હે રાજકુમાર! અતીચારરહિત પાંચ અણુવ્રતને ધારણ કરવાથી સ્વર્ગલોકની લક્ષ્મી પ્રાપ્ત થાય છે. ઉપલા પાંચ અણુવ્રતાને ધારણ કરનાર શ્રાવક આઠ મૂળગુણેને ધારણ કરે છે. પંચ અણુવ્રત સહિત મધ, માંસ અને મદિરાના ત્યાગને આઠ મૂળગુણ કહે છે. કોઈ કઈ આચાર્ય ઉમર, કઠુંમર, પીપર, વડ, અને પાકર ફળ એવા પાંચ ઉદબ૨ તથા મધ, માંસ અને મદિરા ત્રણ મકાર એવી આઠ વસ્તુઓના ત્યાગને આઠ મૂળગુણ રહે છે. .. આ પ્રમાણે પાંચ અણુવ્રત અને આઠ મૂળગુણેનું વર્ણન કરી હવે ત્રણે ગુણવ્રતનું સ્વરૂપ કહું છું. તેમાં પ્રથમ ગુણવ્રતનું સ્વરૂપ તને સંભળાવું છું. 1 * * . . અત્રતનું દવા એને ના. . ગુણોની વૃદ્ધિને માટે દિશાઓની તથા ભોગપભોગની મર્યાદા. Sઅને અનર્થદંડના ત્યાગને ગુણવ્રત કહે છે. એ ગુણવ્રતના દિગવત, = ભોગપભોગ પરિમા નું અને અનર્થદંડ ત્યાગ એવા ત્રણ પ્રકાર છે.. Eદગતનું સ્વરૂપ અને તેને ધારણ કરવાની મર્યાદા-મરણ [પયત પાપની નિવૃત્તિને માટે દિશાઓનું પરિમાણ કરીને તેથી બહાર -કદી જઇશ નહીં તેમજ કોઈ પ્રકારનો વ્યવહાર પણ કરીશ નહી, એવા સંકલ્પને દિવ્રત કહે છે, તેમાં દશે દિશાઓના ત્યાગમાં મુખ્ય મુખ્ય સમુદ્ર, નદી, વન, પર્વત, દેશ, અને યજન વગેરેની ઉદને મર્યાદા કહે છે. ' ' 30 - - 1 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust