________________ LILI LIMIT 13 दिगवतनुं फळ अने अतीचार... - દિવ્રતને ધારણ કરવાવાળાને મર્યાદાથી બહાર સૂક્ષ્મ પાપની નિવૃત્તિ હોવાથી જે અણુવ્રત છે તેજ પાંચ મહાવ્રતની સમાન થઈ જાય છે. અજ્ઞાન અથવા પ્રમાદથી ઉપરની તથા નીચેની તથા દિશા અને વિદિશાઓની મર્યાદાનું ઉલ્લંધન કરવું, ક્ષેત્રની મર્યાદા વધારી લેવી અને કરેલી મર્યાદાને ભૂલી જવી, એ પ્રમાણે દિગવ્રતના પાંચ અતીચાર છે. અનર્થતંદનું વર્ષ અને મેર. આ પુર્વે કરેલી દિશાઓની મર્યાદાની અંદર કોઈ પ્રકારના પ્રજન વિના પાપરૂપ આચરણ કરવું તેને અનર્થદંડ કહે છે. એના પાપોપદેશ, હિંસાદાન, અપધ્યાન, દુ:શ્રત અને પ્રમાદચર્યા એવા પાંચ પ્રકાર છે. હવે એના ભેદોનું વર્ણન કરીએ છીએ. . - પાપેપદેશ અનથદંડ-જે વચનથી તિય ને દુ:ખ થાય તથા જેથી વાણિજ્યહિંસા અને ઠગવિદ્યા વગેરેનો પ્રસંગ આવે, તે પાપોપદેશ અનર્થદંડ છે. . . - a હિસાદાન અનર્થદંડ–જે ફરસી, તલવાર, અગ્નિ, આયુધ, સાંકળ, દોરડું વગેરે હિંસાની ચીજે પિતાને ત્યાં રાખી બીજાઓન_ માંગવાથી આપવી તથા તેનો વ્યાપાર કરે તેને હિંસાદાન અનર્થ - - અપધ્યાન અનર્થદંડ–ક્રોધ, માન, માયા અને તે— તથા હાસ્યાદિવડે બીજા સ્ત્રી પુરૂષોનો નાશ વગેરેનું ચિંતવન અથ= આલોક પરલોક સંબંધી વિષયોની ઇરછા ની અભિલાષા વગેરે રે તથા આર્તધ્યાનરૂપ પરીણામોને અપધ્યાન નામે અનર્થદંડ કહે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust