________________ - 122 ઉપર કહેલાં જ્ઞાનાદિકને અહંકાર કરવો સમ્યગદર્શનને દૂષિત કરે છે, માટે જ્ઞાનાદિકનો મદ કરવો જોઈએ નહિ. એજ પ્રમાણે જિનવચનમાં. સંદેહ કરવો તે શંકા. આ ભવ તથા પરલોક સંબંધી ભેગોની વાંછી તે કાંક્ષા, દુઃખી દરિદ્રી રોગ પીડિતને જોઈ ગાન કરવું, તે વિચિકિત્સા,. દેવ શાસ્ત્ર અને ગુરૂની સેવા વગેરેમાં મૂર્ખતા કરવી, તે મૂઢષ્ટિ, જે કાર્યથી જૈન શાસનની નિંદા થાય તે પ્રગટ કરવું તે અનુગ્રહણ, જે કાર્યથી અન્ય જીવ ધર્મથી ચુત થઇ જાય તે આસ્થિતિકરણ, સ્વધર્મપ્રતિપાલકો સાથે નેહ નહિ કરવો તે અવાત્સલ્ય. અને જિનશાસનની પ્રભાવના ન કરવી તેને અપ્રભાવના કહે છે. એ પ્રમાણે કુગુરૂ, કુદેવ અને કુધર્મ એવા ત્રણ, તથા કુગુરૂનો . સેવક, કુદેવની પૂજક અને કુધર્મનો ધારક એવાં ત્રણ મળી એ છએની પ્રશંસાવાચક શબ્દ કહેવો તેને છ આનાયતન કહે છે, તથા ધર્મ સમજી ગંગા વગેરે નદિયો, તળાવો અને સમુદ્રમાં સ્નાન કરવું, રેતી અને પથરને હગ કરે, પર્વત ઉપરથી પડવું, અગ્નિમાં પ્રવેશ કરવો વગેરે મૂર્ણોની દેખાદેખીથી વિવેક વિના ગાડરીયા. પ્રવાહની માફક કામ કરવું, તેને લેકમૂઢતા કહે છે તથા લાભની. ઈચ્છાથી રાગી ઠેલી દેવો એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણેશ,. શીતલા વગેરે શુદ્ર દેવતા; પીર, પેગંબર વગેરેનું પૂજન કરવું તેને દેવમૂઢતા કહે છે. એ જ પ્રમાણે પરિગ્રહ, આરંભ અને હિંસા સહિત સંસારચક્રમાં રહેનારા પાખંડી સાધુ તપસ્વીઓનો અદરસત્કાર ભકિત્ પૂજા કરવાં તેને ગુરૂઢતા કહે છે. * એ પ્રમાણે પચ્ચીસ દોષોને ત્યાગવાથી સમ્યગ્દર્શન શુદ્ધ થાય. છે અને એજ દેવ-શાસ્ત્ર-ગુરૂના તથા તત્વાર્થના શ્રદ્ધાનરૂ૫. સમ્યગ્દર્શન નિઃશંકાદિ અંગોથી જ્યારે પૂર્ણ થાય ત્યારે નિર્મળ.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust