________________ 124 - | સ્થિતિકરણ અંગ–સમ્યગ્દર્શન, સભ્ય જ્ઞાન અને સમ્યક ચારિત્રથી શ્રુત થયેલા કોઈ પ્રાણીઓને કોઈ ધર્માત્મા પુરૂષ પોતાના તન મન અને ધનથી તથા ઉત્તમ ઉપદેશવડે ધર્મમાં સ્થાપિત કરે, તેને સ્થિતિકરણ અંગ કહે છે.. : વાત્સલ્ય અંગ–પોતાના સ્વધર્મી ભાઈઓને સમીચીન ભાવ સહિત પણ છલકપટ રહિત . યથાયોગ્ય આદરસત્કાર કરવો, તેને વાત્સલ્ય અંગ કહે છે. આ પ્રભાવના અંગ–પિતાના જ્ઞાનોપદેશ, પૂજા, પ્રતિષ્ઠા, તપશ્ચરણ વગેરે વડે તથા તન મન અને ધનથી અન્ય મતાવલંબીઓમાં જિનમતને પ્રભાવ પ્રગટ કરે, તેને પ્રભાવના અંગ કહે છે. હે વત્સ ! જે પ્રમાણે અક્ષર રહિત મંત્ર વિષની વેદનાને દૂર કરી શકતું નથી તે પ્રમાણે અંગહીન સમ્યગ્દર્શન પણ સંસારની પરીપાટીને છેદવામાં સમર્થ થતું નથી તે માટે અષ્ટાંગ સમ્યગ્દર્શનજ ધારણ કરવું યોગ્ય છે. ( આ પ્રમાણે કથન કરી મુનિરાજે વળી પણ કહયું-“પરમતને વિધ્વંસ કરવાવાળા સમ્યગદર્શનને પ્રથમ પોતાના હૃદયમાં ધારણ કરવું અને પછી સંસારસંબંધી પાપોને હરણ કરવાવાળું બાહ્યાલ્યું. તર તપનું આચરણ કરવું. જે પ્રમાણે નાયક વિનાની સિપાઈઓની સેના શત્રુ સામે યુદ્ધ કરવામાં અસમર્થ થઈ જાય છે, તે પ્રમાણે એક સમ્યગ્દર્શન વિના અનેક પ્રકારનું કઠીન તપશ્ચરણ પણ નિરર્થક છે. એ જ પ્રમાણે જેમ બી વિના વૃક્ષની ઉત્પત્તિ થત નથી તેમ સદર્શન વિના જ્ઞાન અને ચારિત્રની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને પૂર્ણ ફળ ની પ્રાપ્તિ થતી નથી. એ સમ્યકત્વ સમાન ત્રણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust