________________ 126 -વૃદ્ધિ અને રક્ષાના અંગભૂત હોય, એટલે જેમાં ગૃહસ્થ ધમ અને મુનિ ધર્મની વિધિનું પૂર્ણ કથન હોય, તે ચરણાનુયોગ છે. '... દ્રવ્યાનુયેગ-જે જીવ અવરૂપ તને તથા પુણ્ય, પાપ અને બંધમોક્ષને વિસ્તારપૂર્વક કહેવાવાળું હોય, તે દ્રવ્યાનુયોગ છે. આ પ્રમાણે ચાર અનુગોના રહસ્યને જ્ઞાતા સમ્યગ્દર્શનપૂર્વક સમ્યજ્ઞાનને ઘારણ કરે છે. હવે એ પછી સમ્યક્યારિત્રનું સ્વરૂપ સંક્ષેપથી કહું છું તે એક ચિત્તથી સાંભળો. સાવિત્રનું સ્વા. જોકે મોહાંધકારના નાશથી સમ્યફદર્શન અને સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે, તે પણ રાગ દ્વેષની નિવૃતિને માટે સમ્યફજ્ઞાનીએ એકાદેશ તથા સદેશ પાંચ પાપના ત્યાગરૂપ વ્યવહારચારિત્રનું પાલન કરવું જરૂ૨નું છે. જે પુરૂષને ધનાદિકની ઈચ્છા હોય તે રાજાની સેવા શા માટે કરશે ? અને જે ધનાદિકના ઈચ્છુક છે, તે રાજાની સેવા અવશ્ય કરશે. એજ પ્રમાણે જે પાંચ પાપથી મુકત થવાના ઇરછુક છે, તે રાગદ્વેષની નિવૃત્તિ અવશ્ય કરશે, કેમકે રાગદ્વેષના ત્યાગ વિના પાંચ પાપને ત્યાગ થતો નથી, અને પાંચ પાપના ત્યાગ વિના રાગદેષ નિવૃત્તિરૂપ ચારિત્રનું પાલન થતું નથી એ માટે ઉપલા બનેના ત્યાગને ચારિત્ર કહે છે અને એનું પાલન કરવું ઉચિત છે. એ પાંચ પાપના ત્યાગરૂપ ચારિત્રના સકલ અને વિકલ એવા બે ભેદ છે. પાંચ પાપનો સર્વથા ત્યાગ, જેને મુનિલમ પણ કહે છે, તે સકલ ચારિત્ર છે, અને જેમાં એકાદેશ પાંચ પાપોનો ન હોય, તેને ગ્રહસ્થ પ્રતિપાલન કરે છે તે વિકલ ચારિત્ર છે. એ વિકલ ચારિત્ર, એટલે જેમાં હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહની તૃષ્ણ એવા પાંચ પાપના એકદેશરૂપ ચારિત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust