________________ 113 અને યજ્ઞધમંપ્રરૂપક શાસનમાં સર્વજ્ઞ નહિ એવા સંપ્રદાયમાં જીવદયારૂપ વિવેક કેવી રીતે થઈ શકે? જે જે ધર્મમાં વનચર, નભરાર અને જલચર છવાનો વધ કરે, તેને ધર્મ કહે તેવા સંપ્રદાયમાં દયાને લેશ પણ નથી, પરંતુ અજ્ઞાનતાથી પોતાના કુટુંબીઓનો પણ વધ કરવામાં આવે છે. મહારાજા મેં પણ વેદાભ્યાસીઓના ઉપદેશથી અનેક જીવોનો વધ કર્યો, પરંતુ પોતાના પિતા અને દાદીના જીવને અનેકવાર ઘાત કર્યો તે જોવાને કેણ સમર્થ છે ? कल्याणमित्रद्वारा दीक्षानी मांगणी.. " આ પ્રમાણે યમતિ મહારાજે મુનિરાજ આગળ પશ્ચાતાપરૂપ વચન કહીને પછી કલ્યાણમિત્ર શેઠને કહ્યું -" શેઠજી ! તમે મને મોટો ઉપકાર કર્યો. આપની સોબતથી હું મુનિહત્યાથી મુકત થઈને સંસારભ્રમણથી પણ રહિત થઈ જઈશ, અને તે માટે સઘળા પરિગ્રહોનો ત્યાગ કરીને પાણીપાત્ર આહાર કરીશ. હું આજથી સધળા રાજ્યસુખનો ત્યાગ કરૂં છું. શેઠજી ! આપ મારી તરફથી મુનિને વિનંતી કરી કે મારા ઉપર પ્રસન્ન થઈને મને જિનદીક્ષા આપે. પ્રિય મિત્ર ! હું તે જિનદીક્ષા ગ્રહણ કરું છું, અને આ૫ નગરમાં - જઈને સઘળા રાજકર્મચારીઓ અને નગરનિવાસીઓને ખબર કરે. = કે યમતિ રાજાએ જિનદીક્ષા ગ્રહણ કરીને અભયરૂચિકુમારને . - રાજ્યપદ આપ્યું છે અને સુકુમાર શરીરવાળી અભયમતિ કુમારીને _ અહિષત નગરના રાજાના પુત્ર અરિદમનની સાથે પાણિગ્રહણ કરાવજે. : યશોમતિ મહારાજે આ પ્રમાણેની વાત કહ્યાણમિત્રને કહી કે - તરતજ વીજળીની માફક એ વાત સઘળા નગરમાં પ્રસરી ગઈ એટલે. - રાજાના અંતઃપુરમાં પણ પહોંચી અને રાણીઓ વચ્ચે નીચે પ્રમાણે વાતો થવા લાગી. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust