________________ નગરીના કિનારે પાર ઉતર્યો. જેવો ત્યાંથી નીકળે કે ત્યાં બેઠેલા. સીપાઈઓ રાજાને લઈ ચાલવા લાગ્યા. પ્રથમ તે રાજાએ જાણ્યું કે એક આપત્તિમાં છુટયો કે બીજી વિપત્તિમાં ફસી ગયો છું, પરંતુ. તે સીપાઈઓએ કહ્યું કે અહીંઆને રાજા વગર સંતાને મરણ પામે, જેથી મંત્રીઓએ નિમિત્તજ્ઞાને પૂછ્યું કે અહીંને રાજા કોણ થશે ? ત્યારે નિમિત્તજ્ઞાનીએ કહ્યું કે અધ્યા નગરીને દેવરતિ નામને રાજા નદીના પ્રવાહમાં વહેતા આ નગરીમાં આવશે, તેજ આ રાજ્યસન. ઉપર બેસીને પ્રજાનું પાલન કરશે. * આ પ્રમાણે નિમિત્તજ્ઞાનીના કહેવા પ્રમાણે અમે અહીંયા. બેઠા હતા અને હવે આપને લઈ જઈને રાજ્યગાદી ઉપર એસાડીશું. આ સાંભળીને રાજા મનમાં સંતોષ પામે અને પછી ત્યાંનો રાજા બનીને ન્યાયપૂર્વક રાજ્ય કરવા લાગ્યો, પરંતુ સ્ત્રીના નામથી એવો વિરક્ત થઈ ગયું કે તેનું નામ પણ સાંભળવું રુચતું નહોતું. - - - હે રાજા ! પેલી રક્તા, રાજાને નદીમાં નાખીને પોતે નિર્ભય થઈ પિલા પંગુ માળીની સાથે ઈચ્છાપૂર્વક ભોગવિલાસ કરવા લાગી અને તે પછી પિતાના પ્રાણવલ્લભ પાંગળાને ખાંધ ઉપર બેસાડીને ફરવા લાગી. પાંગળો પોતાની ગાયનવિધાથી લોકોને ' રંભાયમાન કરીને પૈસા ઉઘરાવતો હતો. આ પ્રમાણેના દુષ્ટ રકતાનો વર્તનથી તેનું સતીત્વ પ્રગટ થયું ! ! ! એટલે જે એને જોતા હતા તે પોતાના મંઢેથી તેની પ્રસંશા કરતા કહેતા હતા કે જુઓ, પોતાના સ્વામીને ખાંધ ઉપર બેસાડીને ફરે છે ! આ પ્રમાણે તે બન્ને જણ , ફરતા ફરતા ચંપાપુરીમાં આવ્યા. ત્યાં પંગુના ગાયનની અને રક્તાના = સતીત્વની પ્રસંશા સઘળા નગરમાં થવા લાગી. ..' PP. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust