________________ ઘરમાં એક પાંજરામાં રાખ્યા અને જ્યારે રાત્રિ પૂર્ણ થઈ ત્યારે પ્રભાત સમયે હમને બંનેને એક સુંદર વનમાં કે જ્યાં રાજા હાજર હતા, ત્યાં લઈ ગયા.. - રાજન ! તે રમણિક સુંદર વનની અંદર એક બાગમાં મહારાજ યશોમતિને શોભાયમાન સ્વચ્છ મેહેલ હતો, જેને જોવાથી એવું જણાતું હતું કે જાણે દેવવિદ્યાધરને રમવાને માટે માયામયી મેહેલ જ નિર્માણ કર્યો છે. . ' તે યશોમતિ રાજાના મેહેલના બારણું આગળ હમને બન્નેને પિંજરા સહિત રાખવામાં આવ્યા. તે શોભાયમાન મેહેલની પાસે જ અશોક વન અપૂર્વ શોભા આપી રહ્યું હતું. - હટવાને નિરાનનાં દર્શન. . . : : - રાજન ! ભવિતવ્યાનુસાર તે ચોરનિવારક પરસ્ત્રીલંપટોતે વિદ્યરૂપ અને હિંસામાં પ્રવર્તક રાજાના કોટવાલે અશોકવૃક્ષની નીચે પ્રાસુક શિલા ઉપર ધ્યાનારૂઢ બેઠેલા એક મુનિરાજને જોયા. તે મુનિરાજ આલોક અને પરલોકની આશાના બંધનથી રહિત, રાગદ્વેષાદિ દેવોથી વિરક્ત, શુભ મન, શુભ વચન અને શુભ યોગ એવા ત્રણ શુભ વડે યુક્ત, પરંતુ મન, વચન અને કાયના અશુભ ગોથી વિરકત, માયા, મિથ્યા અને નિદાન એવા ત્રણ શોના નાશક, લોકત્રિયને જીતનાર, કામદેવનું ખંડન કરી લોકત્રયનું મંડન કરનાર, સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યચરિત્ર એવા ત્રણ વડે વિભૂષિત, ક્રોધ, માન, માયા અને લોભ એવા ચાર કષાયને ભસ્મ કરવાને અગ્નિસમાન; આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એવી ચાર સંજ્ઞાઓથી દૂર રહેનાર; ઈર્ષા, ભાષા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust