________________ 85 : - : , ધર્મનું ઝ. . " - મુનિરાજ –“હે કોટરક્ષક ! તું શ્રી સર્વજ્ઞ વીતરાગ અને હિતોપદેશક શ્રી જિનરાજકથિત ધમ નું સેવન કર, કેમકે એકજ ધર્મથી સ્વર્ગ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ધમેથી મનુષ્ય થાય તો તે નારાયણ, બલભદ્ર, વિલાધરેશ, ચક્રવર્તિ થાય છે, વળી એનાથી જ ધરણે, ઈદ અને અહિમેંદ્ર પદ પ્રાપ્ત થાય છે. પ્રિય મિત્ર! એજ ધર્મને ધારણ કરવાથી જેના ચરણકમળના દાસ ઈદ્રાદિક દેવ જેનો જન્માભિષેક ક્ષીર સમુંદના જળથી કરે છે. એવું નિંદ્ર પદ, પ્રાપ્ત થાય છે. એજ ધર્મના ફળથી મનુષ્યપર્યાય ધારણ કરી ઉત્તમ ધનવાન ગ્રહસ્થ થાય છે, અને ત્યાં ચંદ્રવદની દેવાંગના સમાન સ્ત્રીરત્નની પ્રાપ્તિ થઇને સંસારિક સુખનો અનુભવ પ્રાપ્ત કરે છે. રતનેના કિરણોના સમૂહથી વ્યાસ, જાળીઓ વડે રોનકદાર, જરૂખાઓ વડે મનહર, સુવિચિત્ર દીવાલોથી શોભાયમાન અને પાંચ સાત માળના મહેલો પણ એજ ધર્મથી પ્રાપ્ત થાય છે. એ ધર્મના ફળથી મદોન્મત્ત હાથી, પવનના જેવા વેગવાળા ઘોડા, રથ, પાલખી વગેરે અનેક આસન; ધ્વજા, છત્ર, ચામર સિંહાસન વિગેરે રાજ્યચિન્હ, મહા -બળધારી અનેક સિપાઈઓ અને મોટી સેનાના ધગી થઈને આનંદ પૂર્વક કાળ વ્યતીત કરે છે. આ સંસારમાં ધર્મ સમાન બીજે મિત્ર નથી અને એથી ઉલટું પાપ સમાન દુ:ખદાયક શત્રુ બીજે કેઈ નથી. જે પરજીવની હિંસા કરે છે અને બીજા જીવોને દુઃખ દે છે, તે પાપી ગણાય છે અને તેજ પાપના ફળથી આ જીવ ચતુતિ સંસારમાં ભ્રમણ કરતા અનેક કોનિયોમાં અસંખ્ય દુઃખાને પાત્ર બને છે. " : . . . . . . . . III P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust