________________ :107 અંગ પવિત્ર છે કેમકે તેમની લાળને રસ અને શરીરનો મેલ પણ રેગીઓના રોગને નાશ કરે છે. ' હે રાજન ! જે તપસ્વીઓના પગની રજ પણ પાપપી વેરીને નાશ કરે છે, તેવા રૂષિઓને ઇરહિત પ્રણામ કરવા જ યોગ્ય છે.. કેમકે તેવા મુનિઓના શરીરને તેમના તપના પ્રભાવથી સપ ડંસતા નથી તથા સિંહ વાઘ વગેરે દુષ્ટ જીવ પણ વિનયપૂર્વક પ્રણામ. કરે છે. એ મુનિરાજ જે રોષયુકત થાય તે ઇંદ્ર પણ સ્વર્ગમાંથી ગમન. કરે અને મેરૂ સહિત ત્રણ લોકને ઉલટાવી દે. ત્રણલેકમાં એ કયે બળવાન તેજસ્વી જીવે છે જે રિદ્ધિયુક્ત મુનિની સામે ટકી શકે? તે. મહાશક્તિના ધારક શ્રી મુનિરાજ પ્રણામ કરનારા ઉપર પ્રસન્ન પણ થતા નથી અને જે નિંદા કરે છે તેના ઉપર રેપ પણ કરતા નથી. શત્રુ મિત્ર બને ઉપર સમભાવ રાખે છે એવા શાંતચિત્ત તપેનિધિ. મહામુનિના ઉપર તરવાર ઉગામવી શું ચોગ્ય છે ? તે મહા. મુનિશ્વર સઘળા પરિગ્રહ રહિત સઘળા જીવોના ઉપકારી છે, જેમને . પ્રભાવ શ્રાવકો સિવાય દેવો ઉપર પણ પડે છે. - જન! આપ પણ પ્રત્યક્ષ જોઈ રહ્યા છે કે મહા ફૂરસ્વભાવી. હિંસક પાંચસે કૂતરા શ્રી મુનિને મારવાને માટે આપે છેડયા, પરંતુ મુનિરાજના પ્રભાવથી તે સઘળા શાંતચિત્ત થઈને વિનયવાન શિષ્યની માફક મુનિના પગ આગળ પૂછડી હલાવતા બેઠા છે,. માટે હે રાજા ! અજ્ઞાન અવસ્થા અને કેધને મૂકી દઈને શ્રી. મુનિરાજના ચરણોની વંદના કરો વગેરે કહીને કલ્યાસુમિત્ર શેઠે] નીચે પ્રમાણે મુનિની ઓળખાણ આપી-- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust