________________ I નિત્યજ માને છે તેમના શાસનમાં આત્મા જન્મમરણાદિ સઘળાં કાર્યોથી રહિત આકાશવત નિલેપ અને અક્રિયજ કહેવાશે જ્યારે આત્મા અક્રિય થયે, તો નિત્ય કુટસ્થ થઈ જશે, તો તેમાં અસંખ્ય. દેને ઉત્પાદ થશે, એ કારણથી આભા કોઈ વખતે નિત્ય અને. કોઈ વખતે અનિત્ય છે. ' શ્રી આમ ભગવાને આત્માને અનેકરૂપે વર્ણન કર્યો છે અને જે અતવાદી ભક જીવને એકજ કહે છે અર્થાત ભટ્ટ કહે છે કે જે પ્રમાણે પાણીથી ભરેલા અનેક ઘડાઓમાં એકજ ચંદ્રમાનું બિંબ પ્રતિબિંબિત થઈ અનેક રૂપ દેખાય છે તે પ્રમાણે જીવ એક હેવા છતાં પણ અનેકરૂપ દેખાય છે. આ પ્રમાણે ભટ્ટનું કહેવું સર્વથા. વિરૂદ્ધ છે કેમકે જે જીવ એકજ હોત, તો કોઈ જીવ હાસ્ય કરતા અને કોઈ અનેક રૂદન કરે છે એજ પ્રમાણે એક અનેક રડે છે તે. અનેક હસે છે, એક શયન કરે છે તે અનેક જાગૃત રહે છે, અનેક દયા પાળે છે તે અનેક હિંસા કરે છે, કોઈ સ્વસ્થ રહે છે તે કોઈ યુદ્ધ કરે છે, અનેક શંકા ઉત્પન્ન કરી શિષ્ય બને છે તો એક ગુરૂ સઘળાનું સમાધાન કરે છે, એક રાય કરે છે, તે અનેક દાયકામ કરે છે, કોઈ ક્રિયામાં મગ્ન છે, તો કોઈ કર્મ કરવામાં તૈયાર છે. જે ચંદ્રબિંબ સમાન પણ માનશે, તે અનેક ઘડાઓમાં પ્રાપ્ત થવા છતાં પણ એક જ પ્રકારનું દેખાય છે, ઘટસ્થ બિંબમાં અને ચંદ્રબિંબમાં કંઈ ફેર નથી, તેજ પ્રમાણે સઘળા જીવ એક જ પ્રકારના દેખાતા નથી, પરંતુ એક બીજાથી પ્રતિકુળ કમ કરતા જણાય છે, જેથી એમ સિદ્ધ થાય છે કે જીવ એક નથી પણ અનેક છે અને બોદ્ધ મતવાળા જગતને ક્ષણિક માને છે તેએ. TI P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust