________________ 822 - પણ, આદાનનિક્ષેપણું અને પ્રતિષ્ઠાપન એવી પાંચ સમિતિના પ્રતિપાલક, તથા પાંચ મિથ્યાત્વ. બાર અવત, પચીસ કષાય અને પંદર યોગ એવા સત્તાવન આશ્રાના નિરોધક, અહિંસા, સત્ય, અચાયે, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એવા પાંચ મહાવ્રત પાળવામાં ધુરંધર; અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એવાં પાંચ પરમેષ્ટીના ભાવના પ્રકાશક, તથા પાંચ પરમેષ્ટીમાં પાંચમાં પદના ધારક સાધુઓના નાયક, દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એવા પાંચ આચારના ધારક, પૃથ્વીકાય, અપકાય, તેજકાય, વાયુકાય અને વનસ્પતિકાય એવા પાંચ સ્થાવર તથા બેઈદ્રિય, તિઈકિય, ચાઈદ્રિય અને પંચૅપ્રિય એવા ત્રસકાયના જીવે ની દયામાં ત૫૨, સમ ભયરૂ૫ અંધકારનો નાશ કરવામાં ય સમાન, જ્ઞાન, પૂજ, કુળ, જાતિ, બળ, ઋદ્ધિ, તપ અને શરીર એવાં આઠ મદને દૂર કરવામાં આદરયુકત, તથા આઠમી પૃથ્વી ( મેક્ષ ) માં જવાને તત્પર સિદ્ધના આઠ ગુણેમાં તલીન; નવધા બ્રહ્મચર્યના ધારક તથા બ્રહ્મ (આત્મા)ના જાણકાર, ઉત્તમક્ષમાદિ દશ ધર્મના પ્રતિપાળક, સ્પર્શને, રસન, વ્રણ, રાક્ષુ અને વ્યા એવી પાંચ ઇંદ્રિયમન, વચન અને કાય એવાં ત્રણ બળ, શ્વાસોશ્વાસ અને આયુ એવા દશ પ્રાણના ધારક જીવોના રક્ષક ઇત્યાદિ અનેકાનેક ગુણેના ભંડાર શ્રી મુનિરાજને જોયા. છે. એ મુનિરાજે શ્રાવકોની અગ્યાર પ્રતિમાઓનું વિચારપૂર્વક વિસ્તારથી વર્ણન કર્યું તથા બાર પ્રકારના તપ અને તેર પ્રકાર ચારિત્રનું પ્રતિપાદન કર્યું. PP Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust