________________ 88 જણાતો નથી, અને કાનને વિષય જે શબ્દ છે, તેને બીજી ઇવડે બોધ થઈ શકતો નથી.. - પ્રિયવર ! આ તે મૂર્તિમાન પદાર્થનું સ્વરૂપ કહ્યું અર્થાત્ મૂર્તિક ઈદ્રિયોનો વિષય પણ મૂર્તિક જ હોય છે, અને મતિવંત વિષયને મૂર્તિક ઇંદ્રિયજ ગ્રહણ કરી શકે છે, પરંતુ અમૂર્તિકને જાણી શકતી નથી. " " વાલ ! આ જીવ નામક પદાર્થ અમૂર્તિ છે, તે અર્તિક માત્ર જ્ઞાનનો વિષય છે અર્થાત્ છવદ્રવ્યનો ફકત જ્ઞાનવડે બોધ થાય છે. એજ હેતુથી શ્રી કેવળી ભગવાન તે અમૂર્તિવંત છવદ્રવ્યને પ્રત્યક્ષ જાણે-જુએ છે. આ પ્રમાણે શરીરમાં રહેવા છતાં પણ દેહથી જુદા જીવ નામના પદાર્થની સિદ્ધિ છે. આ પ્રમાણે શ્રી મુનિરાજનાં વચન સાંભળીને કોટવાલ કહેવા લાગ્ય-મુનિવર્ય ! આપનું આ કથન તો મેં માન્યું, પરંતુ હવે કહે: કે આ જીવને અનેક યોનિઓમાં કોણ પ્રાપ્ત કરે છે અને કોણ એને લઈ જાય છે ? " મુનિરાજ - “આ ચૈતન્ય આત્માને અનેક નિયામાં લઈ જનાર અચેતન કર્મ છે, તે જ આ જીવને ચાર ગતિ અને ચેર્યાસી લાખ યોનિમાં નાચ નચાવે છે. તેજ કર્મના બંધથી ચતુર્મુખી બ્રહ્માએ રંભાબારા તપભ્રષ્ટ થઈને પિતાના મસ્તક : ઉપર ગધેડાનું મુખ ધારણ કર્યું, અને પછી તેનો જ ઘાત કરવાથી મહાદેવ મહાવતી થયા. કોટવાલ !. આ લોકમાં કર્મોદયજ બળવાન છે. જે પ્રમાણે લોહચુંબક પાષાણુવડે આકર્ષિત થયેલું લોખંડ નત્ય કરવા લાગી જાય છે, તે જ પ્રમાણે જીવને રાગદ્વેષાદિ ભાવડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust