________________ 80 પુળપરમાણુ કર્મવરૂપ થઈને ચતુર્ગતિરૂપ સંસારમાં ભ્રમણ કરાવે. છે. કર્મપ્રકૃતિઓ દ્વારા સંકોચ અને વિસ્તારને ગ્રહણ કરતા આત્મા આ જગતમાં સૂક્ષ્મ જંતુ થઈને હાથી પણ થાય છે, જેથી આ જીવ, જીવશરીરપ્રમાણે વર્ણવેલો છે. મિત્રવર ! જે આ જીવ ધૂર્વક પ્રમાણુ સર્વગત , નિશ્ચલ અને ક્રિયગુણવજિત સવા માનવામાં આવે, તો તેને ભાવોત્પાદ અને ભીપણ કમ - બંધ કેવી રીતે થશે? કેમકે જે શુદ્ધ જીવ હોય છે તે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરાય એવા ચાર ઘાતિયા કમેં તથા આયુ, નામ, ગાત્ર અને વેદની એવા ચાર અધાતિયાં કેમ ? એ પ્રમાણે આઠ કર્મોને બંધ કેવી રીતે કરે ? તથા ગુરૂપણું શિષ્યપણું કોને થાય? : - આ ઉપરથી એમ સિદ્ધ છે કે આ જીવ પોતાના ભાવવડે બાંધેલા. કર્મોથીજ અનેક કાર્ય કરી ફરીથી કમબંધ. કરે છે. જે શરીરને : આત્મા માનશે, તો શરીર જડ હોવાથી આત્માને પણ અચેતન માનવા પડશે, અને જ્યારે આત્મા અચેતન થયો, તે શય્યાસનનું સ્પર્શન, અનેક રસોને સ્વાદ, અનેક ગંધોને સંધવી, અનેક શબ્દોને સાંભળવા અને અનેક જાતોને જોવી કોને હોય? તે માટે દેહને આત્મા માનવો સર્વથા વિરૂદ્ધ છે. દેહ સ્થિત હોવા છતાં પણ આત્મા દેહથી જુદો અને જ્ઞાની છે. આ ચાર્વાકમતવાળાને જે. બૃહસ્પતિ નામનો ગુરૂ છે તે પૃથ્વી અપ, તેજ, વાયુ, અને આકાશ એ પદાર્થોને બ્રહ્મ, હરિ, હર, ઈશ્વર અને શિવ એવાં પાંચ નામ આપી ફરી કહે છે કે, ઉપલા પાંચ પદાર્થોના સમુદાયથી સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબદ એ પાંચ PP. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust