________________ प्रकरण 11 मुं. कोटवाल अने मुनिराज वच्चे प्रश्नोत्तर. ર %%%%ઉન્ડ . ' આ અભયરૂચિકુમાર-ક્ષુલ્લક મહારાજ મારિદત્ત : રાહબ કહેવા લાગ્યા“ હે રાજન ! જે વખતે. સમભાવી મુનિરાજ ધર્મવૃદ્ધિ થાઓ” એવા શબ્દા. બોલ્યા તે વખતે “ધર્મ " એ શબ્દ સાંભળીને કોટવાલે કહ્યું રૂષિરાજ ! આપે જે ધર્મવૃદ્ધિરૂપ આશીર્વાદ આપ્યો તે તે મસ્તકે. ચઢાવ્યો પરંતુ વીર શુરવીર યોદ્ધાઓના મતમાં તો ધનુષ્યજ ધમાં છે, તથા તેના પ્રત્યંચા ગુણ અને શત્રવિધ્વંસન નિમિત્તે જે બાણ. છોડવામાં આવે છે તેજ મોક્ષ છે, એ સિવાય કોઈ ધર્મ નથી, કોઈ ગુણ નથી અને કોઈ મેલ નથી, તો જ્યારે મોક્ષજ નથી તો મોક્ષસંબંધી સુખ કેમ કહેવાય ? એ કારણથી પંચેમિના વિષયસેવનમાં જે આનંદ છે તેજ સુખ છે, અને તે જ સુખને હું. સુખ માનું છું. તે મુનિરાજ ! તમે આ જંગલમાં રહીને શું કરો છો ? આ દુર્બળ શરીર તેના ઉપર પણ વસ્ત્ર નહીં, ધાબળી નહીં, પગમાં જોડા નહીં, માથા ઉપર પાઘડી નહીં, તમારા આઠે અંગ ક્ષીણ, ખેદખિન્ન તથા મળલિપ્ત પ્રક્ષાલ રહિત ગાય અને આંખો કપાળમાં પેસી ગઈ છે. રાત્રિ દિવસમાં એક ક્ષણમાત્ર પણ નિદ્રા લેતા નથી. આ પ્રમાણે આંખો બંધ કરીને તેનું ધ્યાન કરે છે ? એથી તે મારા સરખા મનુષ્યોને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. આ કૃત્યથી આપને શું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust