________________ 72 તરતજ શિકારનો લાભ થયો. પછી પાછા ઘેર આવ્યા અને દેવીને માટે ભેંસ મંગાવી તેને મારીને તેના માંસથી દેવીને તૃપ્ત કરી, તે સમયે રસોઈદારોએ મને લાવીને ત્યાંજ બાંધી દીધે, જેથી દૈવયોગથી એક માણસે કોઈ જંતુનું માંસ લાવીને મારી પાસે નાંખ્યું, જેને સૂધીને હું તરતજ ખાઈ ગયો, ત્યારે ફરીથી મને લાંબી દેરીથી એવો બાંધ્યો કે જે પ્રમાણે સંસારી જીવ કર્મના બંધનથી બંધાઈ જાય છે. .. વળાનના પ્રસારનું ગ્રાહ્મળોને મનને ! તે પછી યશોમતિ રાજ બ્રાહ્મણોને નિમિત્તે માંસરસ, ધી અને દુધના ભજનને માટે દેવીની આગળ ભેંસનું બળીદાન કરીને કહેવા લાગ્યો-“ હે પરમેશ્વરી ! હે કાત્યાયિની ! મારા ઉપર પ્રસન્ન થાઓ, એમ કહી માંસ ઉત્તારણ કરીને બળીદાન આપવા લાગ્યા. રાજન ! અજ્ઞાની માણસ હિંસાકર્મ કરતા જરા પણ ડરતા નથી. મિથ્યાભાર્થીઓના હદયમાં એ વાતને પૂર્ણ વિશ્વાસ થઈ રહ્યા છે કે દીન પશુઓનો ભોગ આપવાથી દેવી પ્રસન્ન થઈ સઘળાં કાર્યની સિદ્ધિ કરે છે ! હાં ! ધિકાર થાઓ તે મૂર્ણોની બુદ્ધિ ઉપર કે જે પરજીને ઘાત કરી પિતાના કાર્યની સિદ્ધિ માને છે. તે પછી બીજા પુરૂષોને બહુ ઘીથી ભરેલું ભેંસનું માંસ આપ્યું, તથા સુધાના વિકારને દૂર કરવાવાળા ભજનને યોગ્ય અનેક રસયુક્ત મદિરા અને મગની દાળ પણ આપ્યાં, ત્યાર પછી અનેક વસ્ત્ર અને ગાયોનું દાન આપીને મહારાજે કહ્યું-“ આ મારું સંધળું દાન સ્વર્ગમાં રહેતા મારા પિતાની પાસે પહોંચજો !!!" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust