________________ 78. તણુ શસ્ત્રથી છુંદીને તે પાડાનું માંસ ચંદ્રમતિના નિમિત્તે બ્રાહ્મણોને ખાવા આપ્યું. . पाडा अने वकराना मांसनु ब्राह्मणांने भोजन - રાજન ! મારી માતા ચંદ્રમતિને જીવ–પાડાની તે આ અવસ્થા થઈ. હવે મારી શું અવસ્થા થઇ તે પણ સાંભળી લો. જે જગ્યાએ પાડાની દુર્દશા થઈ રહી હતી તે જ જગ્યાએ રક્ષા રહિત પગની વેદનાથી પોકારતો મને (બકરાને) જોઈ રાજાની આજ્ઞાનુસાર સિપાઈઓએ પકડીને પ્રાણઘાતક અગ્નિમાં નાંખી દીધો અને જેમ જેમ હું પાકતો ગયે તેમ તેમ મને કાપી કાપીને મારી (યશોધર મહારાજની) તૃપ્તિને નિમિતે બ્રાહ્મણને આપતા જતા હતા અને બ્રાહ્મણે તેને સ્વાદથી ખાઈને આશીર્વાદ આપતા હતા. " . . अगणित जीवोना घात माटे राजाने फिटकार. . રાજા મારિદત્ત ! સંસારની વિચિત્રતા અને બ્રાહ્મણની સ્વાર્થ પરાયણતા જોઈ ! કે મારી માતા અને મારી તૃપ્તિને માટે હમારા બન્નેના શરીરને ઘાત કરી બ્રાહ્મણનું પેટ ભર્યું ધિક્કાર છે આ કપટ ચાતુર્યતાને કે જેના ઉપદેશથી અસંખ્ય જીવોનો ઘાત થાય છે ! એ પણ એક અંધેરજ છે કે પેટ ભરાય કેઈનું અને તૃપ્તિ થાય બીજાની પરંતુ અજ્ઞાની મૂર્ખ માણસો આવા નિંઘ ઉપદેશને સાંભળી, તેમ કરવા મંડી જઈ પિતાનું અકલ્યાણ કરે છે. . . . માતા-પુત્રને ઝૂડી યોનિની પ્રાપ્તિ શ્રીમાન ! તે સમયે અગ્નિની તીવ્ર વેદના સહન કરતા હમારા બન્નેના ( પાડા. અને બકરાના ) પ્રાણુ એક સાથે નીકળી ગયા, અને ત્યાંથી ઉયિની નગરીની પાસે માતંગ ભીલોના , નગરમાં - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust