________________ 73 : वकराने जातिस्मरण. - રાજન ! તે સમયે ભૂખ અને તરસંથી પીડિત હું (બેકરી) તેજ જગ્યાએ સખ્ત રસીથી બાંધેલા ઉમે હતા, તે મહારાજ યશોમતિના વાઘોથી જાતિસ્મરણ થવાથી પોતાના હૃદયમાં વિચારવા લાગ્યો કે આ વખતે તો હું વસ્ત્ર અલંકાર વગર ભૂખ્યો તરસ્યા રસીથી બંધાયેલો છું. મારા પુત્રે ગર્ભરહિત અનેક પ્રકારનું દાન કર્યું જે હું પાસે હોવા છતાં પણ મને કંઈ મળ્યું નહિ તો બીજા દૂરના જીવોને કેવી રીતે મળતું હશે ? ब्राह्मणभोजन पितृओने पहोंचे के ? રાજન ! તે વખતે મારા સઘળા કુટુંબીઓ અનેક રસયુક્ત સામગ્રીનું ભજન કરે, અને હું ત્યાંજ ભૂખ અને તરસથી પીડિત સઘળાના મુખ તરફ જોઉં, પરંતુ કેઇએ એમ પણ કહ્યું નહિ કે એક કળીઓ એને પણ આપો ! જ્યારે મારે નિમિત્તે અસંખ્ય ધનનું દાન કરવામાં આવ્યું ! અને પાસે હોવા છતાં મને કંઈપણ ન મળ્યું, ત્યારે મને નિશ્ચય થયો કે સઘળું દાન બ્રાહ્મણેની પેટપંજાને માટે જ થાય છે, બીજા કેઈજીવને પહોંચી શકતું નથી. શ્રીનાથ ! જ્યાં મારો પુત્ર યશોમતિ પોતાની માતા સહિત ભોજન કરતે " પાસે બેઠેલા લોકોને રજિત કરી રહ્યા હતા, તે વખતે મેં સઘળા કુંટુંબ પરીવારને જોયા, પરંતુ મારી પ્રિયા અમૃતમંતિ જોવામાં આવી નહિ, એટલામાં સડેલા માંસની ખરાબ દુર્ગધ આવી, તે સમયે એક દાસીએ બીજી દાસીને કહ્યું-"પ્રિય ભગિની! સડેલા ભેંસના માંસની કેવી દુર્ગંધ આવે છે કે જેથી નાક ફાટી જાય છે ! બહેન ! આવી નઠારી ગંધ કયાંથી આવી ?". . P.P. Ac. Gunratnasuri M.S. * Jun Gun Aaradhak Trust